સુરત જિલ્લામાં 60.96 ઇંચ વરસાદઃ 1.04 લાખ હેકટર જમીનમાં વાવેતર
- ડાંગર,
કઠોળ, કપાસ, સોયાબીન,
શાકભાજીના પાકોના વાવેતર સાથે 95 ટકા વાવેતર
પુર્ણ : સૌથી વધુ 18 હજાર હેકટરમાં
શાકભાજીની વાવણી સુરતસુરત
જિલ્લાનો મૌસમનો કુલ ૬૦.૯૬ ઇંચ વરસાદની સાથે જ ૧.૦૪ લાખ હેકટર જમીનમાં ડાંગર, કઠોર, કપાસ, સોયાબીન, શાકભાજીના પાકોનુ
વાવેતર સાથે જ વાવેતરની ૯૫ ટકા કામગીરી પૂર્ણ થઇને ખેડુતો પાકની માવજત શરૃ કરી દીધી
છે. આ વર્ષે
મેઘરાજા સતત વરસતા રહેતા ખેતીપાકને માફકસર વરસાદ વરસ્યો છે. જેના કારણે સુરત
જિલ્લાના નવ તાલુકામાં જુન મહિનાના એન્ડથી અને જુલાઇની શરૃઆત થી જ ખેતરોમાં પાકની
વાવણી શરૃ કરી દીધી હતી. આ વર્ષે મેઘરાજાની મહેરના કારણે અત્યાર સુધીમાં ૬૦.૯૬ ઇંચ
વરસાદ ખાબકયો છે. જે ગત વર્ષની સરખામણીમાં ૧૦૦ ટકા થી વધુ વરસાદ છે. આ વરસાદના
કારણે અત્યાર સુધીમાં ૪૦૬૫૮ હેકટર જમીનમાં ડાંગર, ૮૯૧૧ હેકટરમાં તેલીબીયા, ૮૩૦૩ હેકટર જમીનમાં કઠોળનું, ૧૮૨૨૬ હેકટર જમીનમાં
શાકભાજી, ૧૩૯૪૧ માં ઘાસચારાનું વાવેતર થયુ છે.
જિલ્લામાં
થયેલા વાવેતરના આંકડા જોઇએ તો માંડવી તાલુકામાં સૌથી વધુ ૨૨૭૮૬ હેકટરમાં, ઓલપાડમાં ૨૨૪૪૪ હેકટર,
માંગરોળમાં ૨૧૩૭૯ હેકટર મળીને નવ તાલુકામાં ૧.૦૪ લાખ હેકટર જમીનમાં
વાવેતર થઇ ચૂકયુ છે. જેમાં ઓલપાડ તાલુકામાં સૌથી વધુ ૧૫૮૯૬ હેકટર જમીનમાં ડાંગરનું
અને માંગરોળમાં સોયાબીનનું ૪૬૦૨ હેકટર
જમીનમાં વાવેતર થયુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.