જામનગર જિલ્લાના 6 શિક્ષકોને શ્રેષ્ઠ કામગીરી બદલ “પારીતોષિક એવોર્ડ” થી સન્માનિત કરાશે
જામનગર,તા.26 ઓગષ્ટ 2022,શુક્રવારશિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૨ માટે જામનગર જિલ્લાના ૬ શિક્ષકોને સરકાર દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. જામનગર જિલ્લાના ત્રણ શિક્ષકો જેમાં જોડિયા તાલુકાની શ્રી હડિયાણા કન્યા શાળાના પ્રાથમિક શિક્ષક દેવાંગી માધવજી બારૈયા, શ્રીમતી યુ.પી.વ્યાસ કન્યા વિદ્યાલયના માધ્યમિક શિક્ષક મમતાબેન ધીરજલાલ જોશી, શ્રી આર.સી.પીઠડ શાળાના પ્રાથમિક સી.આર.સી.વીરડા અજયકુમાર જીવણભાઈને જિલ્લા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવશે. ઉપરાંત જોડિયા તાલુકાની જશાપર પ્રાથમિક શાળાના પ્રાથમિક શિક્ષક કલ્પેશકુમાર બટુકભાઈ ડાંગર, નેસડા પ્રાથમિક શાળાના પ્રાથમિક શિક્ષક ભાવેશ રામજીભાઇ પનારા, તેમજ ધ્રોલ તાલુકાની ખારવા પ્રાથમિક શાળાના પ્રાથમિક શિક્ષક પંકજકુમાર દિનેશભાઇ જોશીને તાલુકા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.