વધતો ખતરો:અમેરિકામાં હુમલામાં વધારો થતા ગન ખરીદનાર ભારતીયોમાં 6 ગણો વધારો
અમેરિકામાં ભારતીયો પરનો ખતરો સતત વધી રહ્યો છે. આ જ કારણોસર અહીં રહેતા લગભગ 50 લાખ ભારતીય હુમલા સામે રક્ષણ માટે હવે જાતે જ બંદૂકધારી બની રહ્યા છે. આ વર્ષે ગન ખરીદનાર ભારતીયોની સંખ્યા 5 લાખ થઈ ગઈ છે. જ્યારે 2022માં આ સંખ્યા માત્ર 75 હજાર હતી. આ સંખ્યા એટલા માટે ચોંકાવનારી છે કારણ કે અત્યાર સુધી ભારતીયો ગન ખરીદવામાં સૌથી પાછળ હતા. બે વર્ષમાં ગનની ખરીદીમાં વધારાનું એક મોટું કારણ ભારતીયો પરના હુમલામાં વધારો છે. 2024માં ભારતીયો પરના હુમલાની 18 હજાર ઘટના નોંધાઈ જ્યારે 2022માં 4900 કેસ થયા. અમેરિકાના તમામ 50 રાજ્યોમાંથી ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનું વર્ચસ્વ ધરાવતા 8 રાજ્યમાં સૌથી વધુ ભારતીયોએ ગન ખરીદી છે. જ્યારે ડેમોક્રેટિક રાજ્યોમાં ઓછી ખરીદી થઈ છે. ન્યૂયોર્ક: દર 5માંથી 1 ભારતીય પર હુમલાની ઘટના, 54%એ ફરિયાદ કરી નહીં
વૉશિંગ્ટનના વાયોલેન્સ પોલિસી સેન્ટર અનુસાર ગન ખરીદનાર એવા ભારતીયો છે જે દુકાન કે મોટેલ ચલાવે છે. સ્થાનિક અપરાધીઓ નાની લૂંટ માટે ભારતીય દુકાનદાર પર ફાયરિંગ કરી દેતા હોય છે. બીજી તરફ, હાઇવે પર સ્થિત મૉટેલ અપરાધીઓનું આસાન નિશાન હોય છે. અમેરિકામાં 40 ટકા મૉટેલ ભારતીયોની છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.