ડિગ્રી ઈજનેરીની છ કોલેજમાં પ્રવેશ પ્રતિબંધ : છ કોલેજ માન્યતા વગરની - At This Time

ડિગ્રી ઈજનેરીની છ કોલેજમાં પ્રવેશ પ્રતિબંધ : છ કોલેજ માન્યતા વગરની


અમદાવાદડિગ્રી
ઈજનેરીની ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત એડમિશન કમિટી દ્વારા ફાઈનલ
કોલેજ લિસ્ટ અને ફાઈનલ સીટ મેટ્રિકસ જાહેર કરવામા આવ્યા છે.જે મુજબ છ કોલેજોને
યુનિ.દ્વારા નો એડમિશન ઝોનમાં મુકાતા પ્રવેશ પ્રક્રિયામાંથી બાકાત કરાઈ છે અને છે
કોલેજ પાસે હજુ જીટીયુ અને કાઉન્સિલનું એફિલિએશન ન હોવાથી માન્યતા બાકી રહેતા
પ્રવેશ પ્રક્રિયામાંથી બાકાત છે.   એડમિશન
કમિટી દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ બાબતે સૂચના આપતા જાણ કરવામા આવી છકે અમરેલીની
અરૃણ મુંછાળા,
પોરબંદરની ડો.વી.આર.ગોધાણિયા કોલેજ, જામનગરની
કનકેશ્વરીદેવી ઈન્સ્ટિટયુટ, મોડાસાની તત્વ ઈન્સ્ટિટયુટ,
અમેરલીની શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેર એન્જિ.કોલેજ અને હિંમતનગરની
સમર્થ કોલેજ ઓફ એન્જિનિયરિંગ સહિતની છ ડિગ્રી ઈજનેરી કોલેજોને નો એડમિશન ઝોનમમાં
મુકવામા આવી છે.જ્યારે અન્ય છ કોલેજમાં સાબરકાંઠાની અર્રડેકટા ઈન્સ્ટિ., નવસારીની પ્રાઈમ ઈન્સ્ટિ.,સુરતની શ્રી ધન્વંતરી
કોલેજ અને સુરતની વિદ્યાપીઠ ઈન્સ્ટિ.સહિતની ચાર કોલેજોની જીટીયુનું એફિલિએશન હજુ
પેન્ડિંગ છે . જુનાગઢની બાલાજી એન્જિ.કોલેજનું એઆઈસીટીઈ અને જીટીયુનું એફિલિએશન
પેન્ડિંગ છે અને પંચમહાલની ઓમ ઈન્સ્ટિ. દ્વારા જીટીયુના એફિલિએશન માટે અરજી જ
કરવામા આવી નથી.   આમ આ છ કોલેજો પાસે હજુ
પુરતી મંજૂરી-માન્યતા ન હોવાથી પ્રવેશ પ્રક્રિયામાં સમાવાઈ નથી. એફિલિએશન મળી  જતા પાછળથી કોલેજો પ્રવેશ પ્રક્રિયામાં સામેલ
કરાશે.જ્યારે જે છ કોલેજોને નો એડમિશન ઝોનમાં મુકવામા આવી છે તેની ૧૮૦૦ જેટલી
બેઠકો કુલ બેઠકોમાં ઘટી છે. એસીપીસી દ્વારા જાહેર કરાયેલી કુલ બેઠકો મુજબ ૬૪
હજારથી વધુ બેઠકો છે અને જેમાં પ્રવેશ સમિતિ ૫૧ હજારથી વધુ બેઠકો પર કેન્દ્રિય
પ્રવેશ પ્રક્રિયા કરશે.  

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.