મુળી ના સરા આસપાસ ગામોમાં વરસાદની એન્ટ્રી -વિજળી ત્રાટકતા બે ભેંસો ના મોત - At This Time

મુળી ના સરા આસપાસ ગામોમાં વરસાદની એન્ટ્રી -વિજળી ત્રાટકતા બે ભેંસો ના મોત


*મુળી ના સરા ગામે વાતાવરણમાં પલટો સાથે વરસાદ*

*PGVCL ના પ્રિમોન્સુન કામગીરી નો ફિયાસ્કો વરસાદ સાથે જ વિજળી ગુલ*

મુળી તાલુકાનાં સરા ગામે આજે વાતાવરણમાં પલટો આવેલ હતો પવન સાથે ડમ્મરીઓ ચડી હતી અને વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી મુળી તાલુકા માં થ‌ઈ હતી આ પ્રથમ વરસાદ થી ખેડૂતો માં આનંદની લાગણી સાથે લોકો ને ગરમીનો આંશીક ઘટાડો થયો હોય ત્યારે વરસાદ ની એન્ટ્રી સાથે જ PGVCL ના વિજ ધાંધિયા જોવા મળેલ હતા તુરંત જ વિજપુરવઠો ખોરવાય જવા પામેલ હતો અને વિજળી ગુલ થ‌ઈ હતી ત્યારે PGVCL ની પ્રિમોન્સૂન કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે કે વિજતંત્ર બેદરકાર હોય તે વરસાદની સાથે તુરંત જોવા મળેલ હતું સરા ની આજુબાજુના ગામો માં પણ વરસાદ ના વાવડ મળી રહ્યા છે અને મહાદેવગઢ ગામે વિજળી ત્રાટકતા બે ભેંસો ના કરુણ મોત નિપજયા નો બનાવ પણ સામે આવેલ છે હાલ વરસાદ આગમન થી ઠંડક પ્રસરી ગઇ છે અને લોકો ને ગરમી થી રાહત મળી છે


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.