રાણપુર ની વિદ્યાર્થીની ની છેડતી કરનાર શિક્ષક સામે કડક કાર્યવાહી કરવા માંગ.
બોટાદ જિલ્લાના રાણપુર ની વિદ્યાર્થીની ની છેડતી કરનાર શિક્ષક સામે કડક કાર્યવાહી કરવા માંગ.
પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલે ગૃહ મંત્રીને કાયદાકીય રીતે તાત્કાલિક પગલાં ભરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા માગણી કરી છે.
બોટાદ જિલ્લાના રાણપુર ખાતેની રુકમણી કન્યાશાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે છેડતી કરેલ શિક્ષક સામે સુખદ કાર્યવાહી કરવા રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીને પત્ર પાઠવી 59 ધંધુકા વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલે રજૂઆત કરી હોવાના આધારભૂત અહેવાલો મળ્યા છે.
બોટાદ જિલ્લાના રાણપુર ખાતે અને રુકમણી કન્યાશાળા ની વિદ્યાર્થીની ની છેડતી કરવા સબક સખત પગલાં ભરવા રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીને લેખિત પત્ર લખી 59 ધંધુકા વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલે દ્વારા રજૂઆત કરાઈ અને જે પત્રમાં
બોટાદ જિલ્લાના રાણપુર ગામે આવેલ રૂકમણી કન્યા શાળામાં ધો.૬માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે સદર શાળાના શિક્ષક દ્વારા તા.૧૬/૧૨/૨૦૨૨ના રોજ વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરેલ અને આવું તેઓ ઘણા સમયથી કરતાં હતા તેવું તેઓએ તેના વાલીને જાણ કરેલ અને આ બાબતની જાણ જો વિદ્યાર્થીની તેના પિતાને કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને આમ આ શિક્ષક માનસીક વિકૃત હોઈ તેવું સ્પષ્ટ જણાઈ છે. જેથી આ બનાવ ગુજરાત અને સમગ્ર શિક્ષણ જગત માટે અશોભનીય બનાવ છે અને આવી વિકૃત માનસીકતા ધરાવતા શિક્ષક પાસે શિક્ષણ અંગે શું અપેક્ષા રાખી શકાય. જેથી આપ સાહેબને મારી નમ્ર અરજ છે કે આ શિક્ષક જાવેદ અશરફભાઈ ચુડેસરા ને તાત્કાલિક અસરથી ફરજ મોકુફ કરવામાં આવે અને એણે આ કૃત્ય કરેલ છે તેની સામે કાયદાકીય રીતે તાત્કાલિક પગલા ભરી અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેશ ચલાવી કડકમાં કડક સજા થાય એવી મારી લાગણી અને માંગણી કરવામાં આવી હતી ઉપરાંત બોટાદ ડી એસ પી કલેકટર અને ડી ડી ઓ ને પણ પત્ર પાઠવ્યો હોવાના આધારભૂત અહેવાલો મળ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.