છડીયાળી ગામે નકલી ખાતર પધરાવતા ખેતીવાડી વિભાગ નાં ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા.
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના છડીયાળી ગામે ખેડૂતોને નકલી ખાતર પધરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. જેથી ખેતરમાં વાવેતર કરેલા પાકોમાં ખાતાનો ઉપયોગ કરવામાં આવતાં તમામ છોડ બળી જતા ખેડૂતોને મોટુ નુકસાન થવા પામ્યું હતું. છડીયાળી ગામના 30 થી વધુ ખેડૂતોએ નર્મદા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ધાનોરા કે,કરજણ વડોદરા નામના જી.એસ.ટી ખરીદીના બિલ આપવામાં આવ્યા હતા. તેમજ એક ખેડૂત દીઠ કૃષિ પ્રધાન ખાતર 10 થી 15 બોરિં 810 ભાવ લેખે કંપનીના એજન્ટો દ્વારા પધરાવવામાં આવ્યા હતા. જેમાં ખેડૂતોએ 400 થી 500 વીઘામાં આ ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે ખાતરનો ઉપયોગ કરતા ખેડૂતોનો ખેતરોમાં તમામ છોડ બળી ગયા હતા. જેના અનુસંધાને સમગ્ર મામલો આમ આદમી પાર્ટીના નેતા રમેશભાઈ અને મયુરભાઈ ની ટીમ ને જાણ કરતાં સાથે રહી ખેતી વિભાગ ના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી ખેડૂતોને વળતર ચૂકવવા માંગણી કરી હતી. આ જાણ થતા તરત જ ખેતી વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.