અંધેરી નગરી ગંડુ રાજા જેવી સ્થિતિ : જાફરાબાદ પાલિકાની બે જવાબદાર નિતિ ના કારણે નાગરિકો થઈ રહ્યા છે. હેરાનપરેશાન પ્રાથમિક સુવિધા આપવામાં પણ વામણી થઈ
અંધેરી નગરી ગંડુ રાજા જેવી સ્થિતિ : જાફરાબાદ પાલિકાની બે જવાબદાર નિતિ ના કારણે નાગરિકો થઈ રહ્યા છે. હેરાનપરેશાન પ્રાથમિક સુવિધા આપવામાં પણ વામણી થઈ
સામાકાંઠા તલાવડી નો મેન રોડ ઉપર ઘણા સમયથી દુર્ગંધ મારતું પાણી નું તણાવ ભરેલું હોવા છતાં બે ધ્યાન પાલિકા
જાફરાબાદના સામાકાંઠા તલાવડી વિસ્તારનો મેન રોડ ઉપર ઘણા સમયથી તણાવ જેમ પાણી ભરેલા હોવાથી નાગરિકો હેરાન પરેશાન આ રોડ મેન રોડ હોવાથી અહીં હજારો ની સંખ્યા લોકોની અવર-જવર હોય પરંતુ રોડ વચ્ચે ઘણા સમયથી પાણી ભરેલું હોવાથી મહિલાઓ વિધાર્થીઓ નાના ભૂલકાઓ આ ગંધાતા અને દુર્ગંધ મારતું પાણી માંથી ચાલવા મજબુર બન્યા છે. પરંતુ પાલિકા ના જવાબદાર લોકો ના ધ્યાન ઉપર આવતું નથી અહીં નર્કાગાર જેવી સ્થિતિ સર્જાઈ રહી હોવા છતાં પાલિકા ના બે જવાબદાર લોકો ના લીધે અહીં ના નાગરિકો હેરાન પરેશાન છે. પાલિકા સ્વચ્છતા હી સેવા અભિયાન ચલાવી ફોટા સેક્શન કરી ઉચ્ચ અધિકારીઓ ને ઉંધુ દેખાડી રહ્યા છે. પરંતુ અહીં જ બાજુમાં ખડકાયેલા ઉકરડો તથા બાલકૃષ્ણ સોસાયટી બાજુમાં આવેલ ભૂતડાદાદ ના મંદિર બાજુમાં ખદબદતી ગંદકી પણ પાલિકા દ્વારા ઉપાડવામાં આવતી નથી આ તમામ ગંદકી ના કારણે માખીઓ તથા મચ્છર નો ઉપદ્રવ વધી ગયો હોય અને મેલેરીયા, ચિકનગુનિયા, ડેંગ્યૂ જેવી બીમારી ના ફેલાય તે પહેલાં કુંભકર્ણની નિદ્રામાં સુતેલી પાલિકા ધ્યાન ઉપર લઈ આ ખદબદતા ઉકરડા તથા મેન રોડ ઉપર ભરાયેલા તણાવને અને અહીં ખદબદતી ગંદકી દૂર કરવામાં આવશે કે પછી કોઈ મોટી બીમારી ઉત્પન્ન થાય તેની રાહ જોઈ રહી છે પાલિકા ? સામાકાંઠા ના નાગરિકો દરેક સ્તરે ટેક્સ ભરવા છતાં પાલિકા દ્વારા ઓરમાયું વર્તન અપનાવવામાં આવી રહ્યું હોય તેવું લોકો દ્વારા ચર્ચાઓ થઈ રહી છે. હાલમાં ગંદકી અને ગંદવાડો ખદબદી રહ્યો હોય પરંતુ વહીવટી તંત્ર ધ્યાન ઉપર લઇ સામાકાંઠા ની ખદબદતી ગંદકી વહેલી તકે ઉપાડવામાં આવે અને ખરાઅર્થમાં સ્વચ્છતા અભિયાન ચાલુ કરવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઉઠી છે. નગરપાલિકા અનેક જાતના વેરા થી વધારે ટેક્સ ઉઘરાવવામાં માહિર છે. પ્રજાજનો ભયભીત છે. નાગરિકો ટેક્સ ભરવામાં મોડું કરે તો પાલિકા તંત્ર ઢોલ વગડાવશે નોટિસો આપશે કોર્ટમાં ઢસેડશે દંડાત્મક કેસો કરશે પરંતુ પ્રજાની સુખાકારી માટે મળતી પ્રાથમિક સુવિધા દેવામાં કેમ પાલિકા ના જવાબદાર તંત્ર કેમ આંખ આડા કાન કરવામાં આવે છે. ગટરના ગંધાતા પાણી રોડ ઉપર વહેતાં હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પરંતુ જવાબદાર અધિકારી ના ધ્યાન ઉપર કેમ નથી આવતું અહીં આરસીસી રોડ બનાવવા આવ્યો ત્યારે પાણી ના નિકાલ માટે ની કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી ન હોવાથી અહીં રોડ ઉપર જ પાણી ભરાયેલા રહેતા હોય છે.જવાબદાર અધિકારી ખુરશી છોડી આ બાબતે નિરિક્ષણ કરવામાં કેમ નથી આવતું રોડ ઉપરથી મોટી સંખ્યામાં નાગરિકો ની અવરજવર રહેતી હોય છે. તેજ રોડ ઉપર દુર્ગંધ મારતું પાણી રોડ ઉપર વગર વરસાદે નદી જેમ વહેતું હોય આ ગંદુપાણી ના લીધે લોકોનું આરોગ્ય સામે ખતરો ઉભો થાય તે પહેલાં પાલિકા જાગશે ? અને મચ્છરો નો તથા માખીનો ઉપદ્રવ ન વધે અને મેલેરીયા ડેગ્યુ જેવા રોગો પગપેસારો ના કરે તે પહેલાં ડીડીટી નો છંટકાવ કરવામાં આવે અને આ રોડ ઉપર ઘણા સમયથી ભરાયેલા પાણી નો નિકાલ કરવામાં આવે તેવું રાહદારીઓ તથા અહીં ના રહીશો માંથી માંગ ઉઠી છે.
રિપોર્ટર
કિશોર આર. સોલંકી
જાફરાબાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.