ગંગોત્રી અંગ્રેજી માધ્યમ દ્વારા સાયન્સ જીનિયસ જુનિયર સાઇન્ટીસ્ટ એક્સપો 2025 ની ઉજવણી - At This Time

ગંગોત્રી અંગ્રેજી માધ્યમ દ્વારા સાયન્સ જીનિયસ જુનિયર સાઇન્ટીસ્ટ એક્સપો 2025 ની ઉજવણી


સાવલી વાળા સ્વામીજી ના આશીર્વાદ થકી આજ રોજ ગંગોત્રી અંગ્રેજી માધ્યમ દ્વારા સાયન્સ જીનિયસ જુનિયર સાઇન્ટીસ્ટ એક્સપો 2025 પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું.
જેમાં બાળકો દ્વારા ડીજીટલ સાયન્સ પ્રોજેક્ટ 2040 નું વિશ્વ તેમજ સ્માર્ટ લાઇબ્રેરી અને સ્માર્ટ વિલેજ જેમાં 76 જેટલા પ્રોજેક્ટ રજુ કરવામાં આવ્યા મુખ્ય મેહમાન શ્રી ડો.જીગર ઇનામદાર, જે બરોડા થી મુખ્ય મહેમાન તરીકે પર્ધાયા હતા. જેમા પ્રોગ્રામની શરૂઆત દીપ પ્રાકટ્ય ,ગણેશ વંદના અને જય વિજ્ઞાન ડાન્સ રજૂ કરવામાં આવ્યા.
આ કાર્યક્રમ માં ઉપસ્થિત મહેમાનો ગંગોત્રી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રમણભાઈ,બચુભાઈ ઉમંગ ભાઈ, ડોક્ટર જીગર ઇનામદાર, દર્શિત ભાઈ, અજય ભાઈ વકીલ,મહિલા મોર્ચાના પ્રમુખ શ્રીમતી શિલ્પા બેન , હિતેશ સર , ઇન્દિરાબેન,વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા ગંગોત્રી અંગ્રેજી માધ્યમના તજજ્ઞો બાળકો તેમજ વાલીઓ ખૂબજ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. તેમજ આવેલા મહેમાનો નું ગંગોત્રી માધ્યમના પ્રિન્સીપાલ શ્રી પંકજભાઈ ત્રિવેદી સર મહેમાનોને આભાર વ્યક્ત કર્યો હતો..


8320737228
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image