લીલીયા મોટા ની કોર્ટ માં ચેક રીટર્ન કેસ માં આરોપી ને સજા - At This Time

લીલીયા મોટા ની કોર્ટ માં ચેક રીટર્ન કેસ માં આરોપી ને સજા


લીલીયા મોટા મા ચેક રીટર્ન કેસ માં સજા તથા દંડ કરવા માં આવેલ શ્રી લીલીયા મોટા ક્રેડિટ કો.ઓ સોસાયટી ના મેનેજીંગ ડિરેકટર શ્રી મગનભાઈ હરીભાઈ વિરાણી એ આ બેન્ક ના સભાસદ શ્રી અમરુભાઈ ખીમભાઈ ગરાણિયા રે.પીપળવા વાળા એ પોતે મેળવેલ ધિરાણ ભરવા માટે રૂ.૧૨૫૦૦૦૦/- નો ચેક સંસ્થા ને આપેલ જે ચેક રીટર્ન થતા સંસ્થાના વિદ્વાન વકીલ શ્રી કિશોર ભાઈ પાઠક દ્વારા લીલીયા કોર્ટ માં ફરીયાદ દાખલ કરેલ સદરહું ફરિયાદ ગુણદોષ પર ચાલી જતા શ્રી પાઠક ની દલીલો ધ્યાને લઇ ને આરોપી અમરુભાઈ ખીમાં ભાઈ ગરણિયા ને ૬ માસ કેદ ની સજા તથા ફરિયાદી સંસ્થાને રૂ.૧૨૫૦૦૦૦/- શરાફી વ્યાજ સાથે ચૂકવવા લીલીયા કોર્ટ ના નામદાર જજ શ્રી ગાંધી સાહેબે હુકમ કરેલ સદર હુકમ થતા તમામ મંડળી ના બાકી દારો મા હાહાકાર વ્યાપી ગયેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.