પેરા-લીગલ વોલન્ટીયર્સ માં જોડાવાની અમૂલ્ય તક - At This Time

પેરા-લીગલ વોલન્ટીયર્સ માં જોડાવાની અમૂલ્ય તક


પેરા-લીગલ વોલન્ટીયર્સ માં જોડાવાની અમૂલ્ય તક

        સાબરકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ધ્વારા ગ્રામ પંચાયત કચેરી તથા પોલીસ સ્ટશેન તથા જેલો ઉપર તથા સ્થાનિક સંસ્થાઓમાં કાનૂની સેવા કેન્દ્રોની  સ્થાપના માટે તેમજ કાનૂની સેવા કાર્યક્રમોના આયોજન તેમજ કાનૂની જાગૃતિના પ્રચાર હેતુ અંગે પેરા-લીગલ વોલીયન્ટીયર્સ નિમૂણક કરવાની થાય છે.
   જેમાં શિક્ષક, નિવૃત શિક્ષક, નિવૃત સરકારી કર્મચારી, વરિષ્ઠ નાગરીક, આંગણવાડી કાર્યકર્તા, ડૉકટર, ફીજીશ્યન, સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ એન.જી.ઓ અથવા કલબના સભ્યો, મહિલા ગ્રૃપ/મૈત્રી સંગમ/સ્વંય સહાયતા સમૂહના સભ્યો, શિક્ષિત કેદીઓ જેનો સારો વ્યવહાર હોય અને લાંબા સમયથી સજા ભોગવતા હોય તથા અન્ય કોઇ વયક્તિ કે જેને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સક્ષમ અને તે નાગરીકો અરજી કરી શકશે.
     આ પેરા-લીગલ વોલન્ટીયર્સ માટે માધ્યમિક શિક્ષણ બોર્ડની સેકન્ડરી પરીક્ષા,  કલા,  વાણિજ્ય અથવા વિજ્ઞાનમાં સરકાર ધ્વારા  માનયતા પ્રાપ્ત સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ જેને દૈનિક ૨૫૦/-નું માનદ વેતન ચુકવવામાં આવશે. જેને જરૂરી દસ્તાવેજો સાથે તા. ૨૧/૭/૨૦૨૩ સુધીમાં નિયત નમૂનામાં જિલ્લા કાનૂની સેવાસત્તા મંડળ હિંમતનગર ખાતે ટપાલમાં અથવા રૂબરૂમાં અરજી મોકલવાની રહેશે. 
૦૦૦૦૦૦૦૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.