આનંદ મેળાની ઉજવણી:વિછીયાના ભોઇરા પ્રા.શાળામાં આનંદ મેળાની ભવ્ય ઉજવણી કરાઇ
આનંદ મેળાની ઉજવણી:વિછીયાના ભોઇરા પ્રા.શાળામાં આનંદ મેળાની ભવ્ય ઉજવણી કરાઇ
જેમાં ધોરણ -1 થી 8 ના કુલ 45 વિદ્યાર્થીઓ દ્વારા આનંદ મેળા ના કુલ 11 ખાણીપીણીના સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. જેમાં મેગી, પાણીપુરી,ભેળ, ,બટાકા પૌઆ, બટાકા ભૂંગળા, લીંબુ બરફગોલા,શરબત, વગેરે જેવા સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. આનંદ મેળો કરવાનો હેતુ વિદ્યાર્થીઓ ચીવટતા ,ચોકસાઈ સ્વચ્છતા , વાનગીની રીત, સ્વાદ, વપરાતી વસ્તુઓ, ખર્ચ ,નફો ,નુકસાન, હિસાબ, વગેરે શીખી શકે .ખૂબ ઉત્સાહપૂર્વક કરેલ તૈયારીમાં વિદ્યાર્થીઓના વાલીઓએ સારો સહકાર આપ્યો હતો .શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને બિરદાવવામાં આવ્યા.શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરૃં પાડવામાં આવ્યું હતું. દરેક સ્પર્ધકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. વેપારની કલા શીખવવામાં આવી હતી.
રિપોર્ટ-ભરત ભડણિયા 9904355753
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.