પુત્રીનો પીછો કરતાં શખ્સને સમજાવવા જતાં છરીથી હુમલો: બે ઘવાયા
શેઠ હાઇસ્કુલના બગીચા પાસે પુત્રીનો પીછો કરતાં શખ્સને સમજાવવા ભેગા થયેલા બે યુવાનો પર શખ્સે છરીથી હિંચકારો હુમલો કરતાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે ભક્તિનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. બનાવ અંગે લક્ષ્મીવાડી શેરી નં.1 માં રહેતાં નીલેશભાઈ અશોકભાઈ બારડે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ટી.વી તથા સેટઅપ બોક્સનુ રિપેરીંગ કામ કરે છે. ગઈ તા.16/12/2023 ના સાંજના સમયે તે તેના કામ પરથી પરત ઘરે આવેલ તે દરમ્યાન તેમની દિકરીએ જણાવેલ કે, હું તથા મારી બહેનપણી હેત્વી બન્ને સ્કુલે જઈએ છીએ
ત્યારે અગાઉ લક્ષ્મીવાડી મેઇન રોડ પર ટયુશન ખાતે જતી ત્યારે તે ટયુશન સંચાલક રાજલબેનની બાજુમાં રહેતા એક છોકરો અમે સ્કુલે જઈએ ત્યારે તે અમારી પાછળ આવતો જેથી તેને તુ મારી પાછળ ના આવ તેમ કહેલ છતા તે અમારી પાછળ આવે છે તેમ વાત કરતા આ વાત હેત્વીના પીતા યોગેશભાઇ રાઠોડને ફોન કરીને જણાવેલ જેથી અમે બંને પહેલા મારી પુત્રી જયાં ટયુશન સંચાલક રાજલબેન પાસે ગયેલ તો ત્યાં તેમના ભાઈ અવનીશને આ છોકરા વિશે વાત કરતા તેમણે કહેલ કે, તે મારા પડોશમાં જ રહે છે તેનુ નામ કીશન ગાંગલાણી છે તે બોવ સીધો છોકરો છે હું તેને સમજાવી દઈશ અત્યારે તે ઘરે નથી તેમ વાત કરતા બન્ને ત્યાંથી પરત આવતા રહેલ હતાં. બાદ ગઈકાલે સવારના યોગેશભાઇ રાઠોડ આ કિશન ગાંગલાણીના ઘરે ગયેલ અને કિશનના મોબાઇલ નંબર લઇ વાત કરેલ તો તેમને કોલ રીસીવ કરેલ નહીં
બાદ બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ કિશનનો ફોન આવેલ અને યોગેશભાઇને જણાવેલ કે, તમે સમાધાન કરવા માટે નટેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલ શેઠ હાઇસ્કુલના બગીચા પાસે આવો તેમ કહેતાં તેઓ ત્યાં ગયેલ અને ત્યાં તેની સાથે ચર્ચા કરતા તે એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને ઝગડો કરી ઝપાઝપી કરી ગાળો દેવા લાગેલ અને તેની પાસે રહેલ છરી કાઢી જીલ પર હુંમલો કરવા જતા જીલે તેનો હાથ પકડી લીધેલ પરંતુ જીલને પડખાના ભાગે છરીનો છરકો થયેલ જેથી ફરિયાદી વચ્ચે પડતા તેને પણ હાથમાં છરી મારેલ દરમ્યાન માણસો એકઠાં થઈ જતાં કિશન છરી લઈ અને ત્યાંથી ભાગી ગયેલ હતો. બાદમાં ઈજાગ્રસ્ત બંનેને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.