શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન સંચાલીત કરૂણા અભિયાન–૨૦૨૪ અંતર્ગત રાજયના સૌથી મોટા "પક્ષી બચાવો કંટ્રોલ રૂમ" ની મુલાકાત લેતા કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા - At This Time

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન સંચાલીત કરૂણા અભિયાન–૨૦૨૪ અંતર્ગત રાજયના સૌથી મોટા “પક્ષી બચાવો કંટ્રોલ રૂમ” ની મુલાકાત લેતા કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા


શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન સંચાલીત કરૂણા અભિયાન–૨૦૨૪ અંતર્ગત રાજયના સૌથી મોટા "પક્ષી બચાવો કંટ્રોલ રૂમ" ની મુલાકાત લેતા કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા

રાજકોટ રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી તથા વનમંત્રી મુળુભાઈ બેરા, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શનમાં 'કરુણા અભિયાન' શરૂ કરાયું છે. મકર સંક્રાંતીએ પતંગનાં દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે 'કરુણા અભિયાન ૨૦૨૪ અંતર્ગત કંટ્રોલ રૂમનો રાજકોટનાં જીવદયા પ્રેમી ક્લેક્ટર પ્રભવ જોષીનાં માર્ગદર્શનમાં રાજકોટનાં ત્રિકોણબાગ ચોક, ખાતે રાજયનો સૌથી મોટો કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. જે કંટ્રોલરૂમની ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને સશકિતકરણ તથા મહિલા અને બાળ કલ્યાણનાં કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેઓએ ડોકટરોની ટીમને ખૂબ જ પ્રોત્સાહન આપી પક્ષી સારવારનું જાત નિરીક્ષણ કરી જીવદયાના આ કાર્યને બિરદાવ્યું હતું.
શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન સંચાલીત કરૂણા અભિયાનમાં રાષ્ટ્રસંત નમ્રમૂનિ મહારાજ સાહેબની પ્રેરણા અને આર્શીવાદ પ્રાપ્ત થયા છે તથા સમસ્ત મહાજન, અહંમ યુવા સેવા ગ્રુપ, જૈન સોશ્યલ ગ્રુપનો પણ સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે.
'કરૂણા અભિયાન'માં જુનાગઢ વેટરનરી કોલેજ તથા આણંદ વેટરનરી કોલેજના ડો. ટાંક સાહેબ, ડો. ભટ્ટ સાહેબ, ડો. પરીખ સાહેબ, ડો. ગર્ગ સાહેબના નેતૃત્વમા નિષ્ણાંત તબીબો, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન રાજકોટનાં ડો.નિકુંજ પીપળીયા, ડો. દીપ સોજીત્રા, ડો. રવી માલવીયા, ડો. અરૂણ ઘીયાડ, ડો. અરવિંદ ગડારા, ડો. હિરેન વીસાણી, ડો. રાજીવ સીંહા તથા જુનાગઢના ડો.હાર્દિક એ. રોકડ, ડો.ક્રિના ડી.પટેલ, ડો.ધ્રુવ સરડવા, ડો. હર્ષદ દવે, ડો.ભાર્ગવી કનેરીયા, ડો.રાયશુદીન બાદી, ડો.જાગૃતિ પરમાર, ડો. રૂચિર પ્રણામી, ડૉ.યશ દેવમુરારી, ડો.ધ્રુવ વાઢેર તથા આનંદના ડો. અભિષેક કલાધરન (ઇન્ટર્ન), ડો. મિતેશ ચૌધરી (ઇન્ટર્ન), ડો. હેમંત પવાર (ઇન્ટર્ન), ડૉ. આનંદસૂક્યા (ઇન્ટર્ન), ડો. રોનક રાણા (ઇન્ટર્ન), ડો. તક્ષ પટેલ (ઇન્ટર્ન), ડો. દિશાંત પરમાર (ઇન્ટર્ન), ડો. હિમાની પંચાલ ઇન્ટર્ન), ડો.હેલી પટેલ, ડૉ.આરતી રાઠવા સાથી ટીમનાં 40 તબીબો પોતાની સેવા આપી રહયાં છે.
શ્રીમતી ભાનુબેન બાબરીયાની મુલાકાત સમયે એનીમલ હેલ્પલાઈનનાં મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ગૌરાંગભાઈ ઠકકર, સેતુરભાઈ દેસાઈએ શ્રીમતી ભાનુબેન તેમજ મનહરભાઈ બાબરીયાનું અભિવાદન કર્યું હતું.
'કરૂણા અભિયાન ૨૦૨૪' અંગેની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો: ૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો. ૯૯૯૮૦૩૦૩૯૩) તથા એનીમલ હેલ્પલાઇન (મો-૯૮૯૮૦૧૯૦૫૯/૯૮૯૮૪૯૯૯૫૪) નો સંપર્ક કરવો.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.