ગઢડા શહેરમાં જીવદયાપ્રેમી અને આઇશ્રી સોનલ જીવદયા ગૌશાળા ટ્રસ્ટ દ્વારા એક કોયલનું રેકસ્યુ કરી જીવન બચાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. - At This Time

ગઢડા શહેરમાં જીવદયાપ્રેમી અને આઇશ્રી સોનલ જીવદયા ગૌશાળા ટ્રસ્ટ દ્વારા એક કોયલનું રેકસ્યુ કરી જીવન બચાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.


ગઢડા શહેરમાં નગરપાલિકા પાછળ પીપળાના વૃક્ષની ડાળી માં ચાઈનીઝ દોરી સાથે એક કોયલ સવારના ૧૦ વાગ્યાની આસપાસ ફસાઈ ગઈ હતી.આ ફસાઈ ગયેલી કોયલ ને ત્યાં થી પસાર થયેલ હસુભાઈ રેથળીયા ને ધ્યાને આવતા ૨ કલાક પછી એટલે ૧૨ વાગ્યે આસપાસ ગઢડા આઇશ્રી સોનલ જીવદયા ગૌશાળા ટ્રસ્ટ નો કોન્ટેક્ટ કરી તાત્કાલિક નગરપાલિકા ની ક્રેન ગાડી બોલાવી હતી.આ કોયલનો જીવન બચાવ્યું હતું.આ કોયલનો જીવન બચાવવામાં હસુભાઈ રેથળીયા, પૃથ્વીભાઈ જીજરીયા ગઢડા નગરપાલિકા ,અજયભાઈ જીંજરીયા, વિજયભાઈ બાવળીયા, અને ગઢડા આઇશ્રી સોનલ જીવદયા ગૌશાળા ટ્રસ્ટ નો ખુબ સારો સહયોગ મળ્યો હતો.

રિપોર્ટ..ચંદ્રકાંતભાઈ સોલંકી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.