સ્માર્ટ મીટર લગાવવા બાબતે સુરેન્દ્રનગર ની જનતા લડી લેવાના મૂડમાં. - At This Time

સ્માર્ટ મીટર લગાવવા બાબતે સુરેન્દ્રનગર ની જનતા લડી લેવાના મૂડમાં.


સ્માર્ટ મીટર નાખવું ફરજિયાત નથી, તેવા સુરેન્દ્રનગર વિસ્તારમાં ઠેર ઠેર લાગ્યા બેનર.
હાલ થોડા સમય પહેલા ગુજરાત સરકારે ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો ત્યારબાદ સ્માર્ટ મીટર નો ઠેર ઠેર ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.જેના લીધે હાલ પરિપત્રને મફૂક રાખવામાં આવ્યો છે. જેમાં જુના મીટર કરતાં સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવતું હોય તેવા ગ્રાહકોનું આક્ષેપ છે.જ્યારે સુરેન્દ્રનગરની જનતા અને આમ આદમી પાર્ટીના કાર્યકર કમલેશભાઈ કોટેચા જેવો જુદા જુદા સ્થળે જઈ સ્માર્ટ મીટર નાખવુ ફરજિયાત નથી તેવા સ્ટીકર તેમજ બેનરો લગાડી અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને જનતા જાગૃત થાય તે માટે કમલેશભાઈ કોટેચા સ્માર્ટ મીટર ન લગાડવા બાબતે ઘરે ઘરે જઈ સંદેશો આપી રહ્યા છે.

અહેવાલ,,જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર,,રણજીતભાઇ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.