જસદણ તાલુકાની અંદાજે 60 શાળાઓમાંથી 65 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકો એવોર્ડ પસંદગીમાં એવોર્ડ મેળવ્યો હતો - At This Time

જસદણ તાલુકાની અંદાજે 60 શાળાઓમાંથી 65 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકો એવોર્ડ પસંદગીમાં એવોર્ડ મેળવ્યો હતો


પાંચ સપ્ટેમ્બર શિક્ષકદિનના દિવસે કદાચ ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું હશે કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ ના ટીચરોનું સન્માન કાર્યક્રમ યોજાયો હોય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ જિલ્લા દ્વારા આ સરાહનીય કાર્યક્રમ એટલે કે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2022 નું આયોજન કરાયું હતું જેમાં સમગ્ર રાજકોટ જિલ્લાની મંડળ સાથે જોડાયેલી તમામ શાળાઓના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન એવોર્ડ આપીને કરવાનું હોય તે પ્રસંગે 550 કરતાં પણ વધારે શ્રેષ્ઠ શિક્ષકોનું રાજકોટ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે ભવ્યથી ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું અને દરેક શાળા ના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન થયું જેમાં જસદણ તાલુકાની અંદાજે 60 શાળાઓ માંથી 65 શિક્ષકો શ્રેષ્ઠ શિક્ષકો એવોર્ડ માટે પસંદગી પામ્યા હતા જે જસદણ તાલુકાની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો માટે ગૌરવ ની લાગણી કહેવાય આ પ્રસંગે રાજકોટ જિલ્લા તેમજ જસદણ તાલુકાના કારોબારી સભ્યોએ દરેક શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.....
આ ભવ્ય અદભુત અને ગૌરવંતા કાર્યક્રમ ખુબ સફળ અને સુંદર આયોજન કરવા બદલ SFS જસદણ ટીમ SFS પ્રમુખશ્રી D.V મહેતા સાહેબ, મહામંત્રી શ્રી પરિમલભાઈ પરડવા, પુષ્કળભાઈ રાવલ, ઉપપ્રમુખશ્રી અવધેશ ભાઈ કાનગડ, ડી.કે. વડોદરિયા , કોર કમિટી શ્રી ભરતભાઈ ગાજીપરા, જતીનભાઈ ભરાડ તેમજ અજયભાઈ પટેલ નો ખુબ ખુબ આભાર માને છે. SFS જસદણ પ્રમુખશ્રી ભાવેશભાઈ વેકરીયા, મહામંત્રી શ્રી હિતેશભાઈ રામાણી, ઉપ-પ્રમુખશ્રી હરેશભાઈ વોરા, રફિકભાઈ મીઠાણી, જયેશભાઈ ઢોલરીયા તરફથી દરેક શાળા સંચાલકો અને દરેક શિક્ષકોને ખુબ ખુબ અભિનંદન
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.