કોઠારીયા સોલવન્ટના વ્યાજખોરના ત્રાસથી કંટાળી મહિલાનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
ભગવતીપરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરિણીતાએ બીમારી સમયે રૂ.2 લાખ વ્યાજ લીધા હોય જેમાંથી રૂ.1.20 લાખ ચૂકવી દીધા બાદ બાકીની રકમ માટે પઠાણી ઉઘરાણી થતા આ પગલું ભરી લીધું હોવાનો આક્ષેપ કરતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ભગવતીપરામાં રહેતાં રીનાબેન જુબેરભાઈ શેખ (ઉ.વ.24) નામની પરિણીતા ઉંદર મારવાની દવા પી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, રીનાબેનના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. રીનાબેને જણાવ્યું હતું કે, તેણે બિમારીની સારવાર માટે અગાઉ યાસીનભાઈ નામની વ્યક્તિ કે જે, કોઠારીયા સોલવન્ટ પાસે રહે છે તેની પાસેથી બે લાખ વ્યાજે લીધા હતાં. જેમાંથી 1.20 લાખ ચુકવી દીધા હતાં. બાકીના એંસી હજાર ચુકવવાના હોઈ જની પઠાણી ઉઘરાણી થતી હોઈ કંટાળીને દવા પી ગયા હતાં. પરિણીતાના આક્ષેપને લઇ બી. ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.