રાજકોટ પાર્સલોની ચોરી કરતા ઇસમને પકડી ગુન્હો ડીટેક્ટ કરતી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ટીમ. - At This Time

રાજકોટ પાર્સલોની ચોરી કરતા ઇસમને પકડી ગુન્હો ડીટેક્ટ કરતી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ટીમ.


રાજકોટ શહેર તા.૬/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના P.I ડી.એમ.હરિપરા ના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનના BNS કલમ-૩૦૩(૨) મુજબનો ગુનો જાહેર થયેલ હોય જે ગુનાના કામે સ્પીડવેલ ચોક નજીક આવેલ પ્રધ્યુમન એસ્પાયર નામના એપાર્ટમેન્ટના ગેટ નજીકથી તથા વસંત વાટીકા પાસેથી તથા જીવરાજ પાર્ક રીવેરા આઇકોન-બી પાસે રાજકોટ તા.૨૭/૨/૨૦૨૫ ના કલાક ૧૨/૧૫ થી ૧૫ વાગ્યા ના સુમારે આ કામના ફરીયાદી તથા સાહેદો પાર્સલ ડીલીવરીનું કામ કરતા હોય અને પોતાના મોટરસાયકલ માં ડીલીવરી માટેના પાર્સલો મુકી અન્ય પાર્સલ ડીલીવરી કરવા ગયેલ હોય, જે દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદી તથા સાહેદોના કૂલ-૨૨ પાર્સલો જેમા કપડા, દવા, કપડા, બુટ-ચપ્પલ વિગેરે જેવી વસ્તુઓ હોય જેની કિંમત આશરે કી.૧૫,૫૦૦ ની ગણાય તે કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય, જે ગુનાની તેમજ અન્ય વણ શોધાયેલ ગુન્હાને ડીટેકટ કરવા સારૂ સવૅલન્સ સ્કોડના માણસોની અલગ-અલગ ટીમો બનાવી જેમાં આઈ-વે પ્રોજેકટના CCTV કેમેરા ચેક કરવા તેમજ જાણીતા ગુન્હેગારોને ચેક કરવા તથા ખાનગી જગ્યાએ પણ CCTV ચેક કરવા તેમજ ટેકનિકલ રાહે માહિતી મેળવવા અંગેની કામગીરી સોપવામાં આવેલ હતી. આ ગુન્હાના આરોપીને શોધી કાઢવા સારૂ સર્વેલન્સ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સાથેના હરપાલસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, શિવભદ્રસિંહ ગોહિલ, બલભદ્રસિંહ જાડેજા નાઓને સયુંકત રીતે હ્યુમન સોર્સીસથી ખાનગી રાહે ચોકકસ હકીકત મળેલ કે ગઈ તા.૨૭/૨/૨૦૨૫ ના કલાક ૧૨/૧૫ થી ૧૫ વાગ્યા ના સુમારે સ્પીડવેલ ચોક નજીક આવેલ પ્રધ્યુમન એસ્પાયર નામના એપાર્ટમેન્ટના ગેટ નજીકથી તથા વસંત વાટીકા પાસેથી તથા જીવરાજ પાર્ક રીવેરા આઇકોન-બી પાસે રાજકોટ ખાતે બનેલ ચોરીમાં સંડોવાયેલ શકમંદ ઇસમ ચોરી કરેલ પાર્સલો સાથે ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ શ્રીનાથજી ચોક કરણ અર્જુન પાર્ટી પ્લોટ નજીક મોટરસાયકલ સાથે ઉભો હોય તેવી હકીકત આધારે હકીકતવાળી જગ્યાએ ચેક કરતા ચોરી કરેલ પાર્સલો સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. રાજકોટ તાલુકા પો.સ્ટે. BNS કલમ-૩૦૩(૨) મુજબ અટક કરેલ વિવેક જાદવભાઇ શીયાળ જાતે.કોળી ઉ.૧૯ રહે.બળધુઇ તા.જસદણ જી.રાજકોટ. બુટ તથા ચપ્પલ તથા અંડરવીયર તથા અલગ-અલગ કપડા તથા દવા તથા કોસ્મેટીક તથા સેમ્પુ તથા સોફ્ટ ડીસ્પેન્સ વિગેરે આઇટમોની કિ.રૂ.૧૫,૫૦૦ તથા મોટરસાયકલ હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં.GJ-03-NA-7852 કિ.રૂ.૪૦,૦૦૦ ગણી કુલ કિ.રૂ.૫૫,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image