શ્રી એમ.બી.અજમેરા અને ધોળકિયા એચ.પી.કે. હાયર સેકન્ડરી સ્કૂલ, વીંછિયામાં તા.18/09/2024ને બુધવારના રોજ QDC કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું - At This Time

શ્રી એમ.બી.અજમેરા અને ધોળકિયા એચ.પી.કે. હાયર સેકન્ડરી સ્કૂલ, વીંછિયામાં તા.18/09/2024ને બુધવારના રોજ QDC કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું


(અશરફ મીરા સૈયદ દ્વારા વિંછીયા)
શ્રી એમ.બી.અજમેરા અને ધોળકિયા એચ.પી.કે. હાયર સેકન્ડરી સ્કૂલ, વીંછિયામાં તા.18/09/2024ને બુધવારના રોજ QDC કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વીંછિયા QDC માં આવતી મોટાભાગની સ્કૂલોએ ભાગ લીધેલ. જેમાં સેકન્ડરી વિભાગ ચિત્ર સ્પર્ધા - જમોડ ભૂમિ (પ્રથમ), સંગીત ગાયન - જોષી કેયુર (પ્રથમ), બાળકવિ - આલ જાનવી (પ્રથમ) તથા સંગીત વાદન - કિહલા ઉમંગ (પ્રથમ) તમામ શ્રી એમ.બી. અજમેરા હાઈસ્કૂલ, વીંછિયા એ પ્રાપ્ત કરેલ અને હાયર સેકન્ડરી વિભાગમાં ચિત્ર સ્પર્ધા - બાંભણિયા સેજલ (પ્રથમ), બાળકવિ - મેણીયા નિરાલી (પ્રથમ) સંગીત વાદન - તાવિયા ધાર્મિક (પ્રથમ) તમામ શ્રી એમ. બી. અજમેરા હાઇસ્કુલ, વીંછિયા તથા સંગીત ગાયન - ગ્રાભડિયા જયપાલ (પ્રથમ) એચ.ડી. ગાર્ડી ઉ.બુ. વિદ્યાલય - વાંગધ્રા એ પ્રાપ્ત કરેલ ઉપરોક્ત તમામ સ્પર્ધકો SVS કક્ષાએ જસદણ જશે. આ આયોજનને સફળ બનાવવા આજુબાજુની શાળામાંથી આવેલ શિક્ષકોએ નિર્ણાયકોની ભૂમિકા બખુબી ભજવી હતી. માર્ગદર્શક શિક્ષકો અને સ્પર્ધકોને શાળાનાં આચાર્ય દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.