સાણંદ GIDC પોલીસ સ્ટેશન દ્વારા જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો
*અમદાવાદ સાણંદ*
અમદાવાદમાં સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશન દ્વારા મેક્સિસ રબ્બર પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે જન જાગૃતિ સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
તા 1 જુલાઈથી અમલમાં આવતા નવા કાયદાને અનુલક્ષીને જીઆઇડીસી પોલીસ દ્વારા નવા ત્રણ કાયદાની જાણકારી તેમજ માર્ગદર્શન અંતર્ગત જન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.
ભારત સરકાર દ્વારા દેશના આઈપીસી, ક્રિમિનલ પ્રોસિઝર કોડ તેમજ ભારતીય પુરાવાઓનો કાયદો જેવા અંગ્રેજોના સમયના અમલમાં રહેલા જૂના કાયદાઓ નાબૂદ કરીને તેના સ્થાને નવા કાયદાઓ અમલમાં મૂકવામાં આવનાર છે. જેમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા વિગેરે જેવા કાયદાઓ તા. 1 જુલાઈ 2024થી અમલમાં મૂકવામાં આવ્યા છે. જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય અધિક્ષક ઓમ પ્રકાશ જાટ સાહેબ તેમજ કાયદા એક્ટ ના એક્સપર્ટ હાઇકોર્ટના એડવોકેટ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને લોકોને નવા કાયદા વિશે જાણકારી પૂરી પાડવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે લોકોમાં નવા કાયદા વિશે જાણકારી અને જાગૃતતા લાવવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય મહા અધિક્ષક ઓમ પ્રકાશ જાટ, ડીવાયએસપી નીલમ ગોસ્વામી, સાણંદ જીઆઇડીસી પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર.ઝાલા, PSI એસ. એસ. શેખ, PSI જે. એલ રાયકા તેમજ પોલીસ સ્ટાફ, મેક્સિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓનર વુ જ્યુનલીન, સ્કૂલ અને વિદ્યાર્થીઓ, આસપાસના વિસ્તારના ગામના સરપંચો, આગેવાનો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
*..✍🏻 એટ ધીસ ટાઇમ ન્યુઝ બ્યુરો રિપોર્ટ ફઝલખાન સાણંદ અમદાવાદ..📹*
9904201386
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.