દિયર અને દીકરાઓ દ્વારા જમીન બારોબાર ખાનગી બિલ્ડર્સને વેચી દીધાની ઠગાઈની ફરિયાદ. - At This Time

દિયર અને દીકરાઓ દ્વારા જમીન બારોબાર ખાનગી બિલ્ડર્સને વેચી દીધાની ઠગાઈની ફરિયાદ.


વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી જમીન બાબતે દિયર તથા તેના બે દીકરાઓએ કાવતરું રચી બોગસ પાવર ઓફ એટર્ની બનાવી કોર્પોરેશનમાંથી રજા ચિઠ્ઠી મેળવી કેટલીક જમીન ખાનગી ડેવલોપર્સને વેચી ભાગીદારી કરી મૂળ માલિકના હક ડુબાડવાનું કાવતરું રચી છેતરપિંડી આચરવાની ઘટના સામે આવી છે . શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા 63 વર્ષીય ખેરુનિસા શેખના પતિ ઈસ્માઈલભાઈ શેખનું વર્ષ 2016 દરમિયાન નિધન થયું છે . તેમના પતિએ તાંદલજાના રેવન્યુ સર્વે નંબર 362 પૈકી 548 ચોરસ મીટર વાળી જમીન વર્ષ 1989 દરમિયાન ડાહ્યાભાઈ મથુરભાઈ પાસેથી દસ્તાવેજ કરી વેચાણ રાખી હતી . તે જમીન કોઈને વેચાણ ગીરો બક્ષિસ લેખ કરી નથી . તેમ છતાં દિયર મોહમ્મદયુસુફ અબ્દુલમજીદ શેખ તથા દિયરના દીકરા ઈરફાનઅહેમદ મોહમ્મદયુસુફ શેખ ( ત્રણેવ રહે - સંતોકનગર સોસાયટી , નવા યાર્ડ ) એ બોગસ બક્ષિસ લેખ મારા પતિ તથા મારા બે દિયરના નામે બનાવ્યા હતા . જે બાબતે ફતેહેગંજ પોલીસ મથકે મારા દિયરના દીકરા સઈદ અહેમદ શેખ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી . બોગસ બક્ષિસ લેખ સાચો બનાવવા મારા પતિની તથા દિયરોની મોહમ્મદયુસુફ અબ્દુલમજીદ શેખએ તેના બંને દીકરાઓ તથા જમાઈ કાસમ ઈસાક ચાંદા સાથે મળી ડુપ્લિકેટ સહીઓ કરાવી હતી . ઉપરોક્ત ફરિયાદના આધારે જેપી રોડ પોલીસે દિયર અને તેના બે દીકરાઓ વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે . વધુમાં જણાવ્યું હતું કે , વડોદરા સીટી સર્વેની કચેરીમાં વર્ષ 2018 દરમિયાન મોહમ્મદયુસુફ શેખ , તેમના બંને દીકરા અને પત્નીનું નામ પ્રોપર્ટી કાર્ડમાં દાખલ કરાવવા અરજી કરી હતી . વર્ષ 2016 માં મારા પતિનું નિધન થવા છતાં તેમની બોગસ સહી કરી છે . આરોપીઓએ કોર્પોરેશનની રજા ચિઠ્ઠી કઢાવી મીરાંન રેસીડેન્સી નામની સાઈટની સ્કીમો મૂકી ફ્લેટોનું બાંધકામ કર્યું છે . સીટી સર્વેની કચેરીમાં પણ ખોટી નોંધો પાડી છે . વેચાણ દસ્તાવેજ ની નોંધમાં માપણીમાં ગોટાળા છે . નકશા વિરુદ્ધ જઇ પ્રોપર્ટી કાર્ડમાં ખોટી નોંધો પાડી છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.