ઘર વેચી ધી પીવા જેવી સ્થિતિ ગુજરાત કમ્પટ્રોલ એન્ડ ઓડિટર ના અહેવાલ થી સુશાસન નો ભ્રમ ભાંગી ગયો જન્મનાર દરેક વ્યક્તિ મોટો દેવાદાર બની જન્મી રહ્યો છે
ઘર વેચી ધી પીવા જેવી સ્થિતિ ગુજરાત કમ્પટ્રોલ એન્ડ ઓડિટર ના અહેવાલ થી સુશાસન નો ભ્રમ ભાંગી ગયો જન્મનાર દરેક વ્યક્તિ મોટો દેવાદાર બની જન્મી રહ્યો છે
અમરેલી ગુજરાત રાજ્યના વિધાનસભાના છેલ્લા દિવસે કેગ (CAG) નો ઓડીટ રિપોર્ટ જે રજુ થયો છે તે ગુજરાતને ભવિષ્યમાં અંધકારમય ભાવી બનાવવા માંગતી હોય તેવો અરિસો છે. આ અંગે પ્રત્યાઘાત આપતા પુર્વ સાંસદ અને વિધાનસભાનાં સીનીયર પુર્વ ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું હતું કે, કે, આ દેશની લોકશાહી પછી પાર્લામેન્ટુ અને જુદી-જુદી વિધાનસભામાં હંમેશા પ્રણાલી રહી છે. બજેટસત્ર શરૂ થતા પહેલા કેગ (CAG) નો રિપોર્ટ રજુ થાય છે. પરંતુ દુઃખ સાથે કહેવું છે તત્કાલીક મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન પોતાની જવાબદારીમાંથી હંમેશા છટકી રહ્યાં છે તેનો જીવતો જાગતો પુરાવો કોઇ પ્રેસનોટે કે પ્રેસમીડિયાના જવાબ આપવા તેઓ પ્રેસ યોજતા નથી. વિધાનસભા હોય કે લોકસભામાં સાચી વાત સાંભળી શકતા નથી. તેઓના સમયકાળ દરમ્યાન આ પ્રણાલી બદલીને વિધાનસભા બજેટસત્રના છેલ્લા દિવસે કેગ (CAG) નો રિપોર્ટ રજુ કરવાનો પ્રયાસ હંમેશા થતો રહ્યો છે તે લોકશાહી ઉપર કરારો ઘા છે. હાલ ભાજપની સરકાર અને તેના વારસદારો આ પ્રકારની પ્રણાલી શરૂ રાખી છે તે પણ લોકશાહી માટે ઘાતક છે. આપ સાચા જ છો તો શા માટે છુપાવવાનો પ્રયાસ થાય છે. તેમછતા કરો છો અને મત ગમે તે રીતે મેળવી રહ્યા છો. સામ દામ દંડ ભેદ નીતિ અને ખોટી સીસ્ટમ અજમાવી ૩૫ વર્ષથી ગુજરાતની ધુરા ભાજપના હાથમાં છે તેમાં ગુજરાતની શું પરિસ્થિતિ છે? તેનો માત્ર આખો રિપોર્ટ ઓનલાઇન વાંચી શક્યો નથી પરંતુ શિક્ષણક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે તેમજ જુદા-જુદા વિભાગોમાં જે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેનો પ્રતિબંધ પાડતો આ પુરાવો પ્રેસમીડીયા મારફત રજુ કરી રહ્યો છું. તેમાં નીચે પ્રમાણેની પરિસ્થિતિ ગુજરાતની અરિસામાં દેખાઇ રહી છે.
૧.ગુજરાત સરકારના દેવામાં અધધ ૧૪ હજાર ૨૮૧ કરોડનો વધારો.૨.૩.૮૫ કરોડના દેવાનું ૧૦.૯૮ ટકા વ્યાજ ચુકવી રહી છે રાજ્ય સરકાર.
૩.વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન સરકારનું કુલ દેવું ૩.૮૫ લાખ કરોડ રૂપિયાનું થયું. ૪.રાજ્યમાં ૧૬ હજાર ૪૫ આંગણવાડી કેન્દ્રોની ઘટ.૫.૨૦૧૫-૨૩ ૭૭ લાખ સામે ૪૦ લાખ બાળકો નોંધાયા.૬.સહાય પોષણ કાર્યક્રમ હેઠળ નોંધાયેલા ૪.૬૩ કરોડ લાભાર્થીઓમાંથી ૧૪ ટકા લોકોને લાભ ન મળ્યો.૭.ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડ કંપની દવાનો જથ્થો પુરો પાડવામાં નિષ્ફળ રહી.જિલ્લાઓએ માંગેલી દવામાંથી ૪૦ થી ૫૯ ટકા દવા પુરી પાડવામાં નથી આવી.૯.આરોગ્ય વિભાગમાં ૫૬૮૧ માનવ સંસાધનની ઘટ.૧૦.ડોકટર્સની ૧૦ હજાર ૫૭૨ જગ્યાઓ પૈકી ૨૪૧૯ ડોકટર્સની ઘટ ૧૧.પેરામેડિકલ સ્ટાફની કુલ ૮૦૫૪ જગ્યાઓ પૈકી ૧૮૪૦ ની ઘટ.૧૨.ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની હોસ્પિટલમાં બેડની અછત.
૧૩.સરકારે આરોગ્યા ક્ષેત્રના બજેટમાં ૮ ટકા સુધીની રકમ વધારવી જોઇએ.૧૪.મેડિકલ કોલેજો, નર્સિંગ કોલેજો અને સ્કૂલોમાં ખાલી જગ્યા ભરવા સુચન.
૧૫. NFBS ફીમમાં ૨૭,૮૦૧ લાભાર્થીઓ સહાયથી વંચિત.આ રિપોર્ટના માત્ર અંશો દર્શાવી દુ:ખ સાથે કહી રહ્યો છું, ગરીબોની શું પરિસ્થિતિ છે? ખેડુતોની શું પરિસ્થિતિ છે? અને ગુજરાતની પ્રજાની શું પરિસ્થિતિ છે? આખુ ગુજરાત ખોદાઇ રહ્યુ છે છતાપણ છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજુ કરીને અમુક ભાજપના માત્ર જુઠું બોલવાની ટેવ વાળા જે પ્રેસ નિવેદન કરીને જણાવી રહ્યા છે ત્યારે કમ સે કમ ડો.જીવરાજ મહેતા ના સપના સાથે જોડાયેલો અમરેલી જિલ્લો તો જાગે, અમરેલીના ધારાસભ્યો અમરેલી માટે શું કર્યું? કે બદલા લેવાની ભાવનાથી કોઇને રાત્રે પકડવાની ચેસ્ટ્રા કરવા અને તેમાથી બચવાનો જ પ્રયાસ કર્યો હોય તેવું દેખાઇ રહ્યું છે, તેમશ્રી ઠુંમરે અંતમાં જણાવ્યુ હતું.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
