ચાંદીના દાગીના ભરેલ ડબ્બો લેવા ગયેલ જમાઈ-પુત્રી પર સસરા અને સાળીનો હુમલો - At This Time

ચાંદીના દાગીના ભરેલ ડબ્બો લેવા ગયેલ જમાઈ-પુત્રી પર સસરા અને સાળીનો હુમલો


સોમનાથ સોસાયટીમાં તુલસી બાગ નજીક રહેતાં સસરાના ઘરે પડેલ પોતાનો ચાંદિના દાગીના ભરેલ ડબરો લેવાં ગયેલ યુવક અને તેની પત્ની પર સસરા અને સાળીએ ધોકાથી હુમલો કરતાં ઘવાયેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે મોરબી રોડ પર ગિરિરાજ પ્લોટની પાછળ રહેતાં મહેશભાઈ ડાયાભાઈ મેવાડા (ઉ.વ.32) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તેની સાળી પૂજાબેન અને સસરા કરસન બચુ ઝુંઝા (રહે. બંને સોમનાથ સોસાયટી, તુલસી બગીચાની બાજુમાં) નું નામ આપતાં યુનિવર્સિટી પોલીસે બંને વિરૂદ્ધ 323,324,504 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ રીક્ષા ડ્રાઇવિંગ કરે છે. તેમજ મારા સાસુ-સસરા વચ્ચે તેની દિકરીના સગપણ બાબતે મતભેદ થતાં મારા સાસુ ચારેક દિવસ પહેલા મારી ઘરે સાથે રોકાયેલા હતા. તેમજ હું મોરબી રોડ ઉપર રહેતો હોય ત્યાં વિસ્તારમાં અવાર-નવાર ચોરીઓના બનાવ બનતા હોય જેથી મારા દિકરાના ચાંદિના દાગીના એક ડબરામાં ભરી સસરાના ઘરે બે વર્ષ અગાઉ રાખેલા હતા. ગઈકાલે સાંજના પાંચેક વાગ્યે હું તથા મારી પત્ની જલ્પા અને બાળકો તેમજ મારા સાસુ સાથે સસરાના ઘરે ચાંદિના દાગીનાનો ડબરો લેવા ગયેલા હતા. ત્યારે મારા સાસુ તેના ઘરની બહાર ઉભા રહેલા અને હું તથા મારી પત્નિ અંદર જઈને સસરાના ઘરમાં બેસી વાતચીત કરેલી અને સાચવવા આપેલા અમારા દાગીનાનો ડબરો માંગતા તેઓએ આપવાની ના પાડતા તે બાબતે બોલા-ચાલી થતા મારા સસરા કરશનભાઈ જુંજા ગાળો આપી ખાટલે રાખેલ લાકડાનો ધોકો લઈ માથામાં અને શરીરે મને ફટકારવા લાગેલ હતાં. હુમલામાં ઇજા પહોંચતા મને લોહી નીકળવા લાગેલા જેથી મારી પત્નિ વચ્ચે પડતા તેને મારી સાળી પુજાએ ખેંચી તેને મારવા લાગેલ હતી. દરમિયાન દેકારો થતા મારા સાસુ તેમજ અન્ય લોકો આવી જતાં અમોને છોડાવેલા હતાં. બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવેલ હતી. બાદમાં મને ઇજા પહોંચી હોવાથી સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ હતો.બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઈ ધર્મેશભાઈ બાલાસરાએ વધું તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.