રેશન કાર્ડ અને નામ ધારકોના આધાર કાર્ડ લિંક કરી E KYC ની પ્રક્રિયા સરળ બનાવો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવતા પ્રા.જે.એમ.તળાવીયા. - At This Time

રેશન કાર્ડ અને નામ ધારકોના આધાર કાર્ડ લિંક કરી E KYC ની પ્રક્રિયા સરળ બનાવો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવતા પ્રા.જે.એમ.તળાવીયા.


રેશન કાર્ડ અને નામ ધારકોના આધાર કાર્ડ લિંક કરી E KYC ની પ્રક્રિયા સરળ બનાવો

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવતા પ્રા.જે.એમ.તળાવીયા.

અમરેલી : હાલ રેશન કાર્ડ અને નામ ધારકોના આધાર કાર્ડ લિંક કરી E KYC ની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી લગભગ એક માસથી ચાલુ છે છતાંય લગભગ માત્ર ૪૦ ટકા જેટલી કામગીરી થઈ શકી છે. મામલતદાર કચેરીમાં લોકોએ કુટુંબ સહિત એક થી બે કલાક લાઈનમાં ઉભું રહેવું પડે છે.
લોકોને પોતાની રીતે my ration એપ પર E KYC કરવામાં સફળતા મળતી નથી, સરવર ધીમું ચાલવાથી કલકોનો સમય વેડફાય છે.
બીજી બાજુ ખાનગી એજન્સીઓ એક નામ માટે રૂ. ૨૦ થી રૂ. ૫૦ નો ચાર્જ લેય છે.
આ પ્રક્રિયા સરળ બનાવવા માટે નગર પાલિકા/મહાનગર પાલિકા વિસ્તારમાં વોર્ડ પ્રમાણે સ્વયં સેવકો અને ચૂંટાયેલા સભ્યોની મદદથી કામગીરી કરવામાં આવે તેવું સૂચન કરી પ્રા.જે.એમ.તળાવીયાએ એક પત્ર પાઠવી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરી છે. તેમણે આ અંગે પુરુષોત્તમભાઈ રૂપાલા સાંસદશ્રી - રાજકોટ, મનસુખભાઈ માંડવીયા કેન્દ્રીય મંત્રીશ્રી, ભારત સરકાર - ન્યુ દિલ્હી, ભરતભાઈ સુતરિયા સાંસદશ્રી - અમરેલી તેમજ કૌશિકભાઈ વેકરીયા ધારાસભ્યશ્રી અમરેલીને પણ પત્રની નકલ પાઠવી રજુઆત કરી છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.