રાજકોટમાં 9 વર્ષનાં બાળકથી લઈ 60 વર્ષના વડીલ સુધીના 1.41 લાખ લોકોએ ભાગ લીધો, ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભારે
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના 1.41 લાખ સહિત રાજ્યભરમાંથી 66 લાખ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ વખતે ખેલ મહાકુંભમાં 3 નવી રમત ઉમેરવામાં આવી છે. વર્ષ 2010માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો. હાલ આ ખેલ મહાકુંભમાં શાળા, ગ્રામ્ય અને ઝોન કક્ષાએ 7 રમતો ઉપરાંત ઓપન એઇજ કેટેગરીમાં 24 સ્પર્ધાઓમાં 9 વર્ષના બાળકોથી લઈ 60 વર્ષના વડીલો ભાગ લઈ રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.