પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બોટાદના રાણપુર તાલુકાના વેજલકા ગામના વીરગામા પરિવારને મળ્યું ખુશીઓનું ઘર
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બોટાદના રાણપુર તાલુકાના વેજલકા ગામના વીરગામા પરિવારને મળ્યું ખુશીઓનું ઘર
આજે અમારા આનંદનો કોઈ પાર નથી. અમને સરકારે ઘર આપ્યું, આજનો આ દિવસ યાદગાર બની રહેશે: વીરગામા પરિવાર જેને યાદ કરતાં જ 'હાશ’ થાય તે વિચાર માત્ર એટલે આપણું પોતાનું 'ઘર’: વીરગામા પરિવાર જેવા અઢળક પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી “પોતાનું ઘર” મળ્ય આ છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના વેજલકા ગામનો વીરગામા પરિવાર. ખૂબ જ સામાન્ય સ્થિતિ ધરાવતો આ પરિવાર આજે ખુશખુશાલ છે, અને તેનું કારણ પ્રધાનમંત્રી આવાસ યોજના છે ચાર દીકરીઓ અને એક દીકરો ધરાવતા વીરગામા કૈલાસબેન અશોકભાઈના પરિવારને હંમેશા પોતાના બાળકોના ભાવિની ચિંતા સતાવતી હતી. કાચુ મકાન અને તેમાં થતી બેહિસાબ મુશ્કેલીઓ, આ તમામ પરિસ્થિતીઓ વચ્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના આ પરિવાર માટે વરદાન બનીને આવી અને વીરગામા પરિવારના તમામ સભ્યોનું જીવન બદલાઈ ગયું. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર આવાસોના ઈ-લોકાર્પણ કરાયું જેમાં વેજલકા ગામના વીરગામા પરિવારને પણ ઘર રૂપે ખુશીઓની ચાવી મળી આ અવસરે વીરગામા પરિવાર સરકારશ્રીનો આભાર માનતા થાકતો નથી. પરિવારનું કહેવું છે કે, “આજે અમારી ખુશીઓનો કોઈ પાર નથી. અમને સરકારે ઘર આપ્યું, આજનો આ દિવસ યાદગાર બની રહેશે. આજે અમારા પરિવારમાં દિવાળી જેવો માહોલ છે. અમારી દિકરીઓ રંગાળી બનાવી છે, સામૈયા કરીને વાજતે-ગાજતે ગૃહપ્રવેશ કર્યો ખરેખર, ઘર નાનું હોય કે મોટું, ઘરમાં ભવ્યતા હોય કે સાદગી પરંતુ સહુને ગમે છે મનની શાંતિ કે જ્યાં દિવસભરનો થાક ઊતરી જાય અને ખૂણેખૂણો પોતાનો લાગે. જેને સજાવવામાં આત્મીયતા અને પ્રેમ હોય અને જેને યાદ કરતાં જ 'હાશ’ થાય તે વિચાર માત્ર એટલે આપણું પોતાનું 'ઘર’. વીરગામા પરિવાર જેવા અઢળક પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી “પોતાનું ઘર” મળ્યું છે.
રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.