આલેલા ગામ ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજાઈ - At This Time

આલેલા ગામ ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજાઈ


મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના આલેલા ગામ ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજવામાં આવેલ હતી‌.જયારે ગ્રામજનોના ઘર આંગણે જઈ તેમની સમસ્યાઓનું નિવારણ અભિગમ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આલેલા ગામ ખાતે બાલાસિનોર પ્રાંત અધિકારી હિરેન ચૌહાણના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજાઈ હતી.રાત્રી સભા દરમિયાન વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા ચાલતી વિવિધ લોક કલ્યાણકારી યોજનાથી ગ્રામજનોને માહિતગાર કર્યા હતા ત્યારબાદ ગ્રામજનોએ પ્રાંત અધિકારીશ્રી સમક્ષ સામૂહિક અને વ્યક્તિગત પ્રશ્નો રજૂ કર્યા હતા. પ્રાંત અધિકારી રાત્રી સભામાં રજૂ થયેલ પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ માટે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચનો કરવામાં આવ્યા હતા.જયારે આ પ્રસંગે અધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.