મનપાના અધિકારી તરીકે ખોટી ઓળખ આપનાર મહિલા સામે ફરિયાદ નોંધાશે
સીલ ખોલાવી દેવા માટે વેપારી સામે રોફ જમાવ્યો હતો
પોલીસે મનપાના ઈજનેર પાસેથી પુરાવા અને નિવેદન લીધાં
રાજકોટ મહાનગરપાલિકાએ ટીઆરપી અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી વગરના કોમર્શિયલ બાંધકામોમાં નિયમ પાલન માટે સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ પૈકી ટીપી શાખામાં મનસુખ સાગઠિયાનો ચાર્જ હતો ત્યારે અવારનવાર ટી.પી.ના કામ લઈને આવતા અમિષા વેદ નામના મહિલાએ વેપારીને મનપાના અધિકારીની ખોટી ઓળખ આપી સીલ ખોલાવી દેવાની વાત કરી હતી. આ મહિલાને અનેક વેપારીઓ સાથે આ રીતે ચર્ચા કરીને ગમે તેમ સીલ ખોલાવી દેવા તેમજ અન્ય કામકાજ માટે મ્યુનિસિપલ કમિશનરના પણ નામનો ખોટો ઉપયોગ કરી રોફ જમાવ્યો હતો. જે મામલો બહાર આવતા પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે મનપાએ કાર્યવાહી કરતા એ ડિવિઝને કાર્યવાહી શરૂ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.