લીમડા ચોકના આલાપ-બીમાં એક, ગોંડલ રોડના આકાંક્ષા કોમ્પ્લેક્ષમાં 3 મિલ્કત સીલ - At This Time

લીમડા ચોકના આલાપ-બીમાં એક, ગોંડલ રોડના આકાંક્ષા કોમ્પ્લેક્ષમાં 3 મિલ્કત સીલ


મ્યુનિ. કોર્પોરેશનની વેરા વસુલાત શાખાએ આજે વધુ 9 મિલ્કત સીલ કરી, 89ને ટાંચ જપ્તી નોટીસ આપી છે. આજે વોર્ડ નં.1માં રામાપીર ચોકડી, ઘંટેશ્વર, વોર્ડ નં.2ના શિતલ પાર્ક, વોર્ડ નં.3ના રેલનગર, વોર્ડ નં.4, 5, 6ના કુવાડવા રોડ, આરટીઓ રોડ, પરશુરામ ઇન્ડ.માં નોટીસ અપાઇ હતી.
વોર્ડ નં.7ના લીમડા ચોકમાં આલાપ, બીમાં એક સીલ અને પાંચ નોટીસ, સુદર્શન કોમ્પલેક્ષ, પંચનાથ પ્લોટના વરૂણ કોમ્પ્લેક્ષ, ગોંડલ રોડના આકાંક્ષા કોમ્પ્લેક્ષમાં 3 સીલ અને 14 નોટીસ અપાયા હતા.
વોર્ડ નં.8ના લક્ષ્મીનગર, વોર્ડ નં.9ના મુંજકા, વોર્ડ નં.11ના અંબિકા ટાઉનશીપ, વોર્ડ નં.12ના મવડી, વોર્ડ નં.13ના ચંદ્રેશનગર, વોર્ડ નં.14ના ગુંદાવાડી, વોર્ડ નં.16ના સોરઠીયા વાડી અને કોઠારીયા મેઇન રોડ, વોર્ડ નં.18ના ગોંડલ રોડ પર જપ્તી નોટીસ તથા રીકવરી કરાઇ હતી. આજે કુલ 44 લાખની રીકવરી થયાનું ટેકસ વિભાગે જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.