MGVCL દ્વારા છેલ્લા 15 દિવસમાં 39.73 લાખનો દંડ ફટકારી કાર્યવાહી
મહીસાગર જિલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ વિભાગીય કચેરી લુણાવાડા દ્વારા વીજ ચોરી અટકાવવા માટે અલગ અલગ ટિમો બનાવી છેલ્લા 15 દિવસથી ડ્રાઈવ યોજવામાં આવી રહી છે અને વીજ જોડાણોમાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં MGVCL દ્વારા અલગ અલગ ટિમો બનાવી ચેકીંગ હાથ ધરાયુ હતું. જેમાં લુણાવાડા તાલુકામાં 346 વીજ જોડાણોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાંથી 66 વીજ જોડાણોમાં ચોરી ઝડપાઇ છે. જેમાં કુલ 15.11 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.છેલ્લા એક પખવાડિયાથી મહીસાગર જિલ્લાની મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ લુણાવાડા વિભાગીય કચેરી દ્વારા સતત ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. વીજ જોડાણોમાં ગેરરીતી અંગે તપાસ કરવામાં આવી રહી છે. જેમાં જિલ્લામાં કેટલાક વીજ જોડાણોમાં ચોરી ઝડપાઇ છે. જે અંગે MGVCL લુણાવાડા દ્વારા કાર્યવાહી કરતા લાખોનો દંડ ફટકારવા આવ્યો છે. ત્યારે છેલ્લા 15 દિવસમાં 39.73 લાખનો દંડ ફટકારી કાર્યવાહી કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.