એક સપ્તાહમાં 31 રેકડી-કેબીન, 92 બોર્ડ-બેનરો જપ્ત કરી રૂા.1.22 લાખનો દંડ વસૂલતી મનપા - At This Time

એક સપ્તાહમાં 31 રેકડી-કેબીન, 92 બોર્ડ-બેનરો જપ્ત કરી રૂા.1.22 લાખનો દંડ વસૂલતી મનપા


રાજકોટમાં દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે ત્યારે આ સમસ્યા વકરવા પાછળ ઘણે અંશે આડેધડ રેંકડી-કેબિન મુકીને વેપાર કરી રહેલા વેપારીઓ જવાબદાર હોય છે ત્યારે મહાપાલિકાની દબાણહટાવ શાખા આ પ્રકારના દબાણો સામે લાલ આંખ કરીને એક સપ્તાહની અંદર શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી 31 રેંકડી-કેબિન જપ્ત કરવામાં આવ્યા છે.
આવી જ રીતે આડેધડ લગાવી દેવામાં આવેલા 92 બોર્ડ-બેનરો જપ્ત કરવામાં આવ્યા છે. એકંદરે દબાણહટાવ શાખા દ્વારા એક સપ્તાહની અંદર કુલ 1,22,270નો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. વધુમાં જાણવા મળ્યા પ્રમાણે દબાણ હટાવ શાખા દ્વારા છોટુનગર, પંચનાથ શેરી નં.9, મવડી મેઈન રોડ, જ્યુબેલી મેઈન રોડ, લક્ષ્મીનગર મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, પટેલ ક્ધયા છાત્રાલય, પેડક રોડ, બાલક હનુમાન, કોઠારિયા રોડ, પારેવડી ચોક, ગાયત્રીનગર મેઈન રોડ,
પંચનાથ શેરી નં.9, ઢેબર રોડ, જ્યુબેલી રોડ, લાખાજીરાજ રોડ, પોસ્ટ ઑફિસ મેઈન રોડ, રૈયા રોડ, આહિર ચોક, જનકપુરી મેઈન રોડ, લક્ષ્મીનગર મેઈન રોડ, બાપા સીતારામ ચોક, નંદનવન મેઈન રોડ સહિતના વિસ્તારોમાં ડ્રાઈવ યોજનીને દબાણો જપ્ત કરવામાં આવ્યા હતા. આ રીતે એક સપ્તાહની અંદર અલગ-અલગ વિસ્તારોમાંથી રેંકડી-કેબિન-બોર્ડ-બેનર સહિતના દબાણો જપ્ત કરવામાં આવ્યા હતા સાથે સાથે દંડની પણ વસૂલાત કરવામાં આવતાં દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.