આજે ભારતીય ટીમની ટી-20 વર્લ્ડ કપમાં કેનેડા સામે ટક્કર
ભારતીય ટીમ આજે ટી20 વર્લ્ડ કપમાં ગ્રુપ એની પોતાની અંતિમ મેચમાં કેનેડા સામે ટકરાવાની છે. ભારત સતત ત્રણ મેચ જીતીને સુપર એઈટમાં પહેલાથી જ જગ્યા બનાવી ચૂક્યું છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ફ્લોરિડામાં રમાશે. આ મેચમાં તમામની નજર વિરાટ કોહલી પર રહેશે જે કેપ્ટન રોહિત શર્માં સાથે ઇનિંગ્સની શરૂઆત કરવા આવી રહ્યો છે, પરંતુ ત્રણેય મેચમાં તે ફ્લોપ રહ્યો છે.
કોહલી આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે 150 થી વધુના સ્ટ્રાઈક રેટથી 700 થી વધુ રન બનાવ્યા પછી ટી-20 વર્લ્ડ કપમાં આવ્યો પરંતુ પ્રારંભિક મેચોમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો. હવે તે ત્રણ મેચમાં 1.66ની એવરેજથી માત્ર પાંચ રન જ બનાવી શક્યો છે, જેમાં અમેરિકા સામે પ્રથમ બોલ પર ખાતું ખોલ્યા વિના આઉટ થવાનો પણ સમાવેશ થાય છે. તેની પાસેથી આઈસીસી સ્પર્માિં ફરી એક વાર સારું પ્રદર્શન કરવાની અપેક્ષા છે જે કદાચ 13 વર્ષ પછી વધુ એક આઇસીસી ટાઇટલ જીતવાની ભારતની છેલ્લી તક છે.
ભારતીય ટીમ ન્યૂયોર્કથી 1850 કિમીની સફર કરીને ફ્લોરિડા પહોંચી છે અને આશા છે કે શહેર બદલાવાની સાથે કોહલીનું કિસ્મત પણ બદલાઈ જશે. બ્રોવર્ડ કાઉન્ટી સ્ટેડિયમની પિચ કદાચ બોલરોને ન્યૂ યોર્ક જેટલો સપોર્ટ ન આપી શકે, જ્યાં પિચ અસમાન ઉછાળો અને ધીમી આઉટફિલ્ડ ધરાવતી હતી, જેના કારણે ક્રિકેટ કરતાં મેદાન અને પિચ વિશે વધુ ચર્ચા થઈ હતી. જો કે, કોહલી પરનું દબાણ એ હકીકતથી ઘટશે કે તેના ખરાબ પ્રદર્શનની ટીમના પ્રદર્શન પર કોઇ અસર થઈ નથી.
ભારત
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ.
કેનેડા
એરોન જોન્સન, નવનીત ધાલીવાલ, પરગટ સિંહ, દિલપ્રીત બાજવા, નિકોલસ કિર્ટન, શ્રેયસ મોવા (વિકેટ કીપર), ડિલન હેલીગર, સાદ બિન ઝફર (કેપ્ટન), કલીમ સના, જુનૈદ સિદ્દીકી, જેરેમી ગોર્ડન.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.