રાજકોટમાં કારખાનેદારની હત્યામા સંડોવાયેલ આરોપી મયૂરસિંહ પેરોલ ઉપર છૂટ્યા બાદ ફરાર, ધરપકડની તજવીજ શરુ
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી રાધેક્રિષ્ના સોસાયટીમાં મકાન ખાલી કરાવવા માટે થયેલી ધમાલમાં કારખાનેદારની હત્યાના બનાવમાં એટ્રોસીટી તથા હત્યાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં સંડોવાયેલા મયુરસિંહ જાડેજા જેલમાં હોય અને 14 દિવસની પેરોલ મેળવી જેલમાંથી બહાર આવ્યો હતો. જો કે 6 સપ્ટેબરના રોજ તેને જેલમાં પરત હાજર થવાનું હતું પરંતુ તે હાજર થવાના બદલે ફરાર થઈ જતા રાજકોટ પોલીસને જાણ કરવામાં આવતા રાજ્યભરની પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.