સમઢીયાળા પાસે કારે બાઇકને ઉલાળતાં ગઢડીયાના જીવરાજભાઇ સોલંકીનું મોત
રાજ સમઢીયાળા નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા જસદણના ગઢડિયાના પ્રૌઢનું ગંભીર ઇજા થવાથી મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ ગઢડિયા ગામે રહેતા જીવરાજભાઈ માધાભાઈ સોલંકી (ઉ.વ.૫૫) તા.૨૭ ના પોતાનું મોટરસાઇકલ હંકારી કામ માટે રાજકોટ આવ્યા બાદ પરત જઇ રહ્યા હતાં ત્યોર રાજ સમઢીયાળા પાસે કારચાલકે બાઇકને ઠોકરે ચડાવતાં જીવરાજભાઇ ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયા હતાં. તેણે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર જીવરાજભાઇ બે ભાઈ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે પોતે છુટક મજૂરી કરતાં હતાં
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.