રાજકોટ શહેર અટલ સરોવર ખાતે સ્ટાફને ફાયર, રેસ્કયુ અને મેડીકલ અંગે તાલીમ અપાઇ. - At This Time

રાજકોટ શહેર અટલ સરોવર ખાતે સ્ટાફને ફાયર, રેસ્કયુ અને મેડીકલ અંગે તાલીમ અપાઇ.


રાજકોટ શહેર અટલ સરોવર ખાતે સ્ટાફને ફાયર, રેસ્કયુ અને મેડીકલ અંગે તાલીમ અપાઇ.

રાજકોટ શહેર તા.૫/૫/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા ન્યુ રેસકોર્ષ, નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ અટલ સરોવર ખાતે લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને આગ લાગે ત્યારે ફાયર સેફ્ટીના સાધનોનો કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગેની તાલીમ આપવામા આવેલ. આ સિવાય સરોવરની મુલાકાતે આવતા સહેલાણીઓ કોઇ અકસ્માતે પાણીમા પડી જાય તો તાત્કાલિક તેનો બચાવ કઇ રીતે કરવો તેમજ બચાવ કર્યા બાદ તેના શરીરમાથી પાણી કઇ રીતે બહાર કાઢવુ, તે અંગે ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર, સ્ટેશન ઓફિસર એચ.પી.ગઢવી તથા ફાયર વિભાગની ટીમ દ્વારા તાલીમ આપવામા આવેલ. વધુમાં પબ્લિકને તેના બચાવ માટે CPR કેમ આપવુ તેમજ ઉનાળાના સમયમા કોઇ વ્યક્તિને ડીહાઇડ્રેશન થયેલ હોય, તો તાત્કાલિક બચાવ માટે શુ કરવુ, તે અંગે આરોગ્ય અધિકારી અને મેડીકલ ટીમ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.