રાજકોટ શહેરમાં બે અલગ-અલગ જગ્યાએથી દેશી તથા ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB. - At This Time

રાજકોટ શહેરમાં બે અલગ-અલગ જગ્યાએથી દેશી તથા ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB.


રાજકોટ શહેર તા.૨૦/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી તથા માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી રાજકોટ શહેર PCB શહેરમાં પ્રોહીબીશનની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય PCB એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન PCB પોલીસ સ્ટાફના માણસોને મળેલ સયુંકત હકીકત આધારે રાજકોટ શહેર કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હડાળા ગામ ખાતે ઓરડીમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી તથા માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનગર શાકમાર્કેટ પાસેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડવામાં આવેલ છે. (૧) વલ્લભભાઇ દેવાભાઇ વારગીયા ઉ.૫૦ રહે.હડાળા તા.જી.રાજકોટ (૨) હાર્દિકભાઇ હસમુખભાઇ પરમાર ઉ.૨૯ રહે.લક્ષ્મીનગર શાકમાર્કેટ પાસે PGVCL ઓફીસ સામે RMC ક્વાર્ટર નં.૨૯૪૧ બ્લોક નં.૮ રાજકોટ. કુવાડવા પોલીસ સ્ટેશન દેશી દારૂ લીટર-૧૦ કિ.રૂા.૨૦૦૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર-૨૫૦ કિ.રૂા.૬૨૫૦ તથા બળેલો આથો લીટર-૩૦ અખાધ્ય ગોળ ૭૮ કિલ્લો કિ.રૂા.૧૫૦૦ તથા દેશી દારૂ બનાવવાના ભઠ્ઠીના સાધનો જેની કુલ કિ.રૂા.૧૯૭૫ મળી કુલ કિ.રૂા.૧૧,૭૨૫ નો મુદ્દામાલ, માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તાર ઈંગ્લીશ દારૂનો જથ્થો કુલ કિ.રૂા.૫૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.