ભાભર ના પુરવઠા ગોડાઉન માં ગાડી માં અચાનક અચાનક લાગી આગ - At This Time

ભાભર ના પુરવઠા ગોડાઉન માં ગાડી માં અચાનક અચાનક લાગી આગ


ભાભર ના પુરવઠા ગોડાઉન માં ગાડી માં અચાનક અચાનક લાગી આગ

નગર પાલિકા નું ફાયર ફાઈટર થી આગ પર મેળવ્યો કાબુ.

ભાભર ખાતે આવેલ સરકારી પુરવઠા ગોડાઉન માં પાલનપુર એફ.સી.આઈ ગોડાઉન થી આઈ.સી.ડી.એસ સ્કીમ ના ઘઉં નો જથ્થો ભરી આવેલ ટ્રક ભાભર ગોડાઉન આવેલ સાંજે 6 વાગે ઘઉં નો જથ્થો ગોડાઉન માં ખાલી કરેલ અને ટ્રક પાર્કિંગ માં પડેલ ખાલી ટ્રક માં મોડી રાત્રે 11 વાગ્યા ના સમયે અચાનક ખાલી ગાડી ના કેબિન માં આગ લાગેલ જેની જાણ ગોડાઉન માં રહેલ મજુરો ને જાણ થતાં ગોડાઉન મેનેજર ડી.સી.ઠાકોર ને જાણ કરતા પાલિકા ના ફાયર ને બોલાવી આગ પર કાબુ મેળવેલ સદ નસીબે અનાજ ની ગાડી ખાલી કરેલ હોવા થી અનાજ નો જથ્થો બચી ગયેલ ગાડી ના આગળ ના કેબિન માં આગ લાગી હતી જો આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત અને અચાનક આગ ગોડાઉન માં પહોચી હોત તો કરોડો રૂપિયા નો અનાજ નો જથ્થો બળી ને ખાખ થઈ ગયો હોત સદ નસીબે મોટું નુકશાન થતાં બચી ગયેલ છે ગોડાઉન મેનેજર ડી.સી.ઠાકોરે જણાવેલ કે ગાડી ના કેબિન માં આગ લાગતાં જ સાવચેતી ના ભાગ રૂપે પાલિકા ફાઈટર આવી જતા આગ પર કાબુ મેળવ્યો હતો ગાડી ના આગલા કેબીન ના ભાગ સિવાય કોઈ અન્ય નુકશાન થયેલ નથી....

રિપોર્ટ સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.