જસદણના મોતીચોકમા છેલ્લાં 92 વર્ષથી પ્રાચિન ગરબી ધુમ મચાવે છે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
શ્રી નવરાત્રિ યુવક મંડળ દ્વારા ચાલતી પ્રાચીન ગરબીમાં છેલ્લા 92 વર્ષથી નાની બાળાઓ દ્વારા હિન્દુ સંસ્કળતિને ઉજાગર કરે એવા વિવિધ રાસ ગરબા રમાડવામાં આવી રહ્યાં છે. મોતી ચોકમાં છેલ્લાં 92 વર્ષથી યોજાતી આ ગરબીનો પ્રારંભ જાણીતા સમાજ સેવક સદ્દગત રતિલાલ અમૃતલાલ વ્યાસના પૂર્વજોએ કર્યો હતો એ સમયે આ ગરબી જસદણનું ઘરેણું ગણાતી પણ હજું આ ગરબી હિન્દુ સંસ્કૃતિ મુજબ જ અશોકભાઈ કનકરાય વ્યાસ ચલાવી રહ્યાં છે. દરરોજ તાલીરાસ, દાંડિયારાસ, મંજીરારાસ, ઘડારાસ, દિવડારાસ જેવાં વિવિધ પ્રકારના રાસો ભારતીય સંસ્કૃતિને જીવંત બનાવી રહ્યાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.