હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત પ્રદર્શન યોજાયું
હળવદ માર્કેટીંગ યાર્ડ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ 2023યોજાયો. હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે તાલુકા કક્ષાનો રવી કૃષિ મહોત્સવ 2023 અંતર્ગત કૃષિ પરિસંવાદ,કૃષિ પ્રદર્શન, પ્રકૃતિ કૃષિના મોડલ કામની મુલાકાત સેવા સેતુ કાર્યક્રમ સહિત વિવિધ કૃષિ યોજનાઓના મંજૂરીપત્રો અને સહાય હુકમોના વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા કૃષિ મહોત્સવના કાર્યક્રમના સ્થળે કૃષિ પ્રદર્શન અને સેવાસેતુ કાર્યક્રમ માટે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને સ્ટોલ,બાગાયતી ખેત પેદાશનું પ્રદર્શન સ્ટોર,મિલટેસ શ્રી અન્ન ખેડૂતો દ્વારા તૈયાર કરેલ વિવિધ વાનગીઓનું વેચાણ તથા તેના લાભો અંગેના માર્ગદર્શન માટેના સ્ટોલો સહિત કુલ ૧૩ જેટલા સ્ટોલોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક ખેતી ખેતી ખર્ચના ઘટાડા માટે ઇનપુટ ના કાર્યક્ષમ ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનના વધારા અંગે માહિતગાર કરાયા હતા અને બાગાયત પાકોમાં નવનીતમ ટેકનોલોજી ખેતી પાકોથી ઈન્ફોર્મરના ઉત્પાદન તથા સહકાર વિભાગના ખેડૂતોને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પારઘી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી,હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સહિતના સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.