બંધ મકાનમાંથી 30 મિનિટમાં રોકડ અને દાગીનાની ચોરી કરી તસ્કર ફરાર
હરિધવા રોડ પર મોરારીનગર શેરમાં બંધ મકાનમાંથી 30 મિનિટમાં રોકડ અને દાગીના મળી રૂ.70 હજારના મુદામાલની ચોરી કરી તસ્કર ફરાર થઈ જતાં પોલીસ દોડતી થઈ હતી. સીસીટીવીમાં મકાનની વંડી ઠેકતો એક શખ્સ દેખાયો હોવાનું સામે આવતાં પોલીસે તે તરફ તપાસ આદરી છે.
બનાવ અંગે હરિધવા રોડ પર મોરારીનગર શેરી નં.06 માં રહેતાં કૌશલભાઈ મહેશભાઇ માધાણી (ઉ.વ.29) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ કુવાડવા રોડ મેંગો માર્કેટમાં આવેલ બાલાજી ફ્રુટ નામની ફુટની દુકાનમાં મહેતાજી તરીકે નોકરી કરે છે. તેમના પરિવારમાં માતા-પિતા, પત્ની અને એક પુત્રી છે.
ગઈ તા.23 ના રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ તેઓ તેમના માતા સાથે ઘરને તાળુ મારી બહાર નીકળેલ અને તેમના માતાને માતાજીના દર્શને જવુ હોઈ જેથી ઢેબર રોડ પર ખોડીયાર માતાના મંદીરે દર્શન કરી ત્યાથી તેમને પિતા લક્ષ્મીનગર શાક માર્કેટ ખાતે ધંધો કરે છે ત્યા મુકી ત્યાથી તેમની પત્ની મમતા જે તેના પિયર હોઈ જેથી તેને લેવા પુષ્કરધામ સોસાયટીમાં ગયેલ ત્યારે રાત્રીના તેમના પિતાનો ફોન આવેલ કે, આપણા ઘરના મેઇન દરવાજાનું તાળુ સાઈડમા છે અને નકુચો તૂટેલ છે. તેમજ કબાટનો દરવાજો ખુલ્લો છે અને ચીજવસ્તુ વેરવીખેર પડેલ છે.
જેથી તેઓ પત્ની સાથે તાત્કાલીક ઘરે દોડી આવેલ અને જોયુતો ઘરના મેઇન દરવાજાનો નકુચો તુટેલ હતો અને તાળુ સાઇડમાં પડેલ હતુ. અંદરના રૂમમાં જોયુ તો રૂમમાં કબાટ ખુલ્લો હતો અને અંદરની તીજોરી ખુલ્લી હાલતમા અને ચીજવસ્તુ વેર વિખેર હાલતમાં હતી. કબાટના ખાનામાં રાખેલ પિતાના ધંધાના રોકડ રૂ.65 હજાર અને દીકરીના જન્મ બાદ છઠ્ઠી વખતે સગા સંબંધીએ ગીફટમાં આપેલ ચાંદીની ઝાંઝરી, સાકળા, હાથના કડલા બે જોડી સહિત રૂ.5 હજાર મળી કુલ રૂ.70 હજારનો મુદામાલ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છૂટ્યો હતો.
દરમિયાન બાજુ વાળાના સીસીટીવી કેમેરા જોતા માલુમ પડેલ કે, રાત્રીના પોણા દસેક વાગયાની આસપાસ એક અજાણ્યો વ્યક્તી ઘરની ડેલી ઠેકી અંદર આવતો અને થોડી વાર બાદ સવા દસેક વાગ્યાની આસપાસ તે બહાર નીકળતા જોવામા આવેલ હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે સીસીટીવી કેમેરામાં દેખાયેલ તસ્કરની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.