ભાજપના નેતાનું બિલ્ડિંગ ગેરકાયદે છે તે સ્પષ્ટ થઈ ગયું છતાં ડિમોલિશન કરવાની હિંમત નથી - At This Time

ભાજપના નેતાનું બિલ્ડિંગ ગેરકાયદે છે તે સ્પષ્ટ થઈ ગયું છતાં ડિમોલિશન કરવાની હિંમત નથી


સાધુવાસવાણી રોડ પર ખડકાયેલા ગેરકાયદે બાંધકામ હટાવવાની આખરી નોટિસનો સમય પૂરો થયાને 15 દિવસ બાદ પણ ભેદી ભય

અહીંયા સિંહ જેવી ગર્જના; દૂધની ડેરી અને આનંદનગરના આવાસના ગરીબોએ આજીજી કરી છતાં ચોમાસામાં ફ્લેટને સીલ મારી દીધા હતા

શહેરમાં સરકારી તંત્ર કેવી રીતે કામ કરી રહ્યું છે તેના અનેક દાખલા છે પરંતુ શાંતિનિકેતન રેસિડેન્સિમાં શુક્રવારે મનપાની ત્રણ શાખાના અધિકારીઓ એટલે કે ટી.પી. શાખા, દબાણ હટાવ શાખા અને સુરક્ષા શાખાએ ત્રાટકીને નિયમનું કેવું અને કેટલું ઉલ્લંઘન કર્યું તે ફરી એક વખત સ્પષ્ટ થયું છે. શાંતિનિકેતન રેસિડેન્સિની 20 વર્ષ જૂની દીવાલ સાગઠિયા અને તેના સાથીદારોએ ગુંડાગીરી આચરીને તોડી નાખી હતી.

શહેરમાં સુશાસન અને દરેક લોકોને એકસરખો ન્યાય આપવાની વાતો કરનાર રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, રાજકોટના ચારેય ધારાસભ્ય, રાજકોટના બંને સંસદ સભ્ય અને રાજકોટના મેયર આ મુદ્દે દાંત વચ્ચે જીભ દબાવીને બેસી ગયા છે ત્યારે માત્ર ગરીબો, વંચિતો અને પીડિતોની વાત કરતા પક્ષના નેતાઓએ આ મુદ્દે જાહેરમાં આવીને નિયમ મુજબ જે કરવું જોઈએ તે છાતી ઠોકીને કરવું જ જોઈએ તેવો આદેશ મ્યુનિસિપલ કમિશનરને આપવાની જરૂર છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.