સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલી રામનગર સોસાયટીમાં શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનું
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલી રામનગર સોસાયટીમાં શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેને લઇને આજે શિવ પરિવારની મૂર્તિઓની ત્રી-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી.
હિંમતનગરના ખેડ તસિયા રોડ પર આવેલી રામનગર સોસાયટીમાં શિવ મંદિર નવ નિર્મિત કરવામાં આવ્યું છે. ત્યારે સ્થાનીક લોકોને શ્રાવણ માણસમાં શિવજીની પૂજા કરવા માટે દૂર નહિ જવું પડે જેને લઈને ઘરે આંગણે કરી શકાય જેના માટે શિવ મંદિર સમિતિ દ્વારા મંદિરનું નવ નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે શિવ મંદિરનો નવ નિર્માણ થતાં આજે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મહિલા અને બલિકાના માથે કળશ મૂકીને શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રામાં સોસાયટી પરિવાર તથા આજુબાજુની સોસાયટી પરિવારો મોટી સંખ્યામાં શ્રી રામેશ્વર મહાદેવ મંદિર નિર્મિત થતાં રામનગર સોસાયટી તથા આજુબાજુની સોસાયટીના સ્થાનીક આગામી અધિક શ્રાવણ માસમાં શિવ દર્શનનો લાભ મળી રહે તે માટે શિવ મંદિર સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. રાજ-રાજેશ્વરી શ્રી અંબા માતાજી તથા શ્રી હનુમાનજીની અસીમ કૃપા શ્રી રામનગર સોસાયટી ની પાવનભૂમિ પર નવીન નિર્માણ થયેલ શિવાલયમાં શ્રી રામેશ્વર મહાદેવ મૂર્તિ પ્રાણતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યો છે. જેમાં આ ત્રી-દિવસીય મૂર્તિ પ્રાણતિષ્ઠાનો યોજાયો હતો. ત્રી દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા આજે પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. જોકે છેલ્લા છ મહિનાથી શિવ મંદિર માટે શિવ મંદિર સમિતિ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે હાલમાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને આજે પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી રહી છે.
વધુમાં જણાવ્યું હતું કે દલપત સિંહ પરમાર, સ્થાનીક જયંતિભાઈ જોશી, મંત્રી, શિવ મંદિર સમિતિ અને રામનગરના કાર્યકર્તાઓ આવેલ ભાવિક ભક્તોને મના મહાપ્રસાદ આપી અને છુટા પડ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.