માલપુરિયા -બારા ચોરાસી વાળંદ ગોળ આયોજિત લીંબચ શિષ્યવૃતિ પરીક્ષા 2024 યોજાઈ.
માલપુરિયા- બારા -ચોરાસી વાળંદ ગોળ વિદ્યાર્થીઓ શરૂઆતથી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર થાય અને જરૂરી મહાવરો મળી રહે તેવા શુભાસય સાથે *લીમ્બચ શિષ્યવૃત્તિ પરીક્ષા* યોજવામાં આવી. માલપુરીયા બારા-ચોરાસી ગોળના પ્રમુખ મિનેશ કુમાર વાળંદ અને મંત્રી શ્રી ડો. અનંતભાઈ વાળંદએ જણાવેલ કે વિદ્યાર્થીઓમાં અલગ પ્રકારની તંદુરસ્ત સ્પર્ધા જન્મે,
સ્પર્ધાત્મક પરીક્ષાઓનો મહાવરો મળી રહે, જરૂર જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને આર્થિક સહયોગ થાય એ આ પરીક્ષાનો મુખ્ય આશય છે.જેના ભાગરૂપે
તારીખ -25/5/2024ને શનિવારના રોજ લીંબચ ધામ મેઘરજ ખાતે યોજવામાં આવી.
જેમાં ધોરણ - 3, 5 અને 8 ના 26 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી. જેમાંથી મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને સમાજ દ્વારા દર મહિને 300/- રૂપિયા એવા બે વર્ષ સુધી આપવામાં આવશે.
વાલીઓ અને બાળકોના ઉત્સાહ ને સમાજના પ્રમુખશ્રી મિનેશકુમાર વાળંદે વધાવ્યો હતો.
લીંબચ શિષ્યવૃતિ યોજાયેલ પરીક્ષામાં કુલ ત્રણ વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું હતું.જેમાં આરોહી મહેન્દ્રભાઈ વાળંદ- કંભરોડા, તન્વી અજયભાઇ વાળંદ- રામગઢી અને હિત્વ સોનલબેન વાળંદ- નવાગામ મેરીટમાં આવીને સમાજ તરફથી દર મહિને 300/- રૂપિયાની શિષ્યવૃતિ પ્રાપ્ત કરશે.
લીંબચ શિષ્યવૃતિ પરીક્ષા - 2024 ને સફળ બનાવવામાં માલપુરિયા - બારા - ચોરાસી ગોળના તમામ કારોબારી સભ્યશ્રીઓ તેમજ આ યોજનાના મુખ્ય મોડરેટર બાબુભાઇ વાળંદ- ડુકા, સહ મોડરેટર હર્ષદભાઈ વાળંદ - તરકવાડા અને સહ મોડરેટર રાકેશભાઈ વાળંદ- સિસોદરા ઉપરાંત ઈશ્વરભાઈ વાળંદ, કલ્પેશભાઈ વાળંદ અને ચીમનભાઈ વાળંદનો સિંહફાળો છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.