ઉત્સાહ ફાઉન્ડેશન” દ્વારા વૃક્ષો વાવો- આવનારી પેઢીબચાવો ના સંકલ્પ સાથે પ્રાંતિજ તાલુકાના “મૌછા”ગામ ની “ઉચ્ચતર પ્રાથમિક શાળા” મા યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ
(રિપોર્ટર:જાકીર હુસેન મેમણ)
"ઉત્સાહ ફાઉન્ડેશન" દ્વારા વૃક્ષો વાવો- આવનારી પેઢીબચાવો ના સંકલ્પ સાથે પ્રાંતિજ તાલુકાના
"મૌછા"ગામ ની "ઉચ્ચતર પ્રાથમિક શાળા" મા યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ
પર્યાવરણ પ્રત્યે પ્રજામાં જાગૃતિ ફેલાય અને આવનારી નવી પેઢી બચાવો ના સંકલ્પ સાથે "ઉત્સાહ ફાઉન્ડેશન" દ્વારા વૃક્ષારોપણ સમાજનું એક અત્યંત જરૂરી અને અભિન્ન અંગ બનાવીને કાર્ય કરી રહ્યુ છે. જેમાં " ઉત્સાહ ફાઉન્ડેશન"દ્વારા પ્રાંતિજ તાલુકાના "મૌછા" ગામ ની "મૌછા ઉચ્ચતર પ્રાથમિક શાળા" અને નજીકના વિવિધ વિસ્તારોમાં લોકોને વૃક્ષો વાવવા નિમંત્રણ કરાયું અને "મૌછા" ગામ ની "મૌછા ઉચ્ચતર પ્રાથમિક શાળા" ના પ્રિનસીપાલ શ્રી મનીષ પ્રજાપતિ સાહેબ , અન્ય શિક્ષક સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ની સાથે મળીને ઉત્સાહ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં "પ્રિનસીપાલ શ્રી અને અન્ય શિક્ષકો " દ્વારા વૃક્ષારોપણ કાર્યને આરંભ અને વેગ આપી વૃક્ષોને પોતાનો પરમ મિત્ર બનાવી તેની દેખરેખ અને માવજત કરવા ઉપસ્થિત વિદ્યાર્થીઓને જણાવ્યુ હતું.
"ઉત્સાહ ફાઉન્ડેશન" ની આ પહેલે થી ગામમાં વધુને વધુ વૃક્ષો વાવવા માટે બાળકો અને લોકોએ સંકલ્પ કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.