શ્રી સરસ્વતી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ લાઠી તાલુકા ઠાકોર સેના દ્વારા વિધાર્થી સન્માન સમારોહ યોજાયો
"દોરો પરોવેલી સોયા ખોવાતી નથી તેમ શિક્ષિત જગત માં ભૂલો પડતો નથી" ધારાસભ્ય તળાવીયા
"વિદ્યાદાન અન્નદાન થી પણ ચડિયાતું છે અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે વિદ્યા જીવન તૃપ્ત કરે છે" સાંસદ સુતરિયા
દામનગર સુમન ભવન બ્રહ્મસમાજ વાડી ખાતે શ્રી સરસ્વતી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ લાઠી તાલુકા અને લાઠી તાલુકા ઠાકોર સેના દ્વારા વિધાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો.આ કાર્યક્રમ માં અધ્યક્ષ અને દાતા ભનુભાઈ વાઘેલા ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.જેમાં ૧૨૦ કરતા વધુ બાળકો ને વિશેષ સન્માનીત કરવામાં આવ્યા હતા જેમાં એક એક વૃક્ષ પણ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમ માં ઉપસ્થિત સાંસદ ભરતભાઈ સુતરીયા, લાઠી બાબરા ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, કાર્યક્રમ ના અધ્યક્ષ ભનુભાઈ જે વાઘેલા સહિત ના મહાનુભવો એ શિક્ષણ અંગે માર્મિક ટકોર કરતી શીખ આપી શિક્ષિત બનો દીક્ષિત બનો ના સદેશ સાથે વિદ્યાર્થી ઓને પ્રોત્સાહિત કરાયા હતા સાંસદ સુતરિયા એ જણાવ્યું હતું કે 'અન્નદાન થી પણ વિદ્યાદાન ચડિયાતું છે અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે જ્યારે વિદ્યા જીવન તૃપ્ત કરે છે " ઠાકોર સમાજ ના વિદ્યાર્થી સન્માન સમારોહ માં ધારાસભ્ય તળાવીયા જણાવ્યું હતું કે "દોરો પરોવેલી સોયા જેમ ખોવાતી નથી તેમ શિક્ષિત જગત માં ભૂલો પડતો નથી" અનેક મહાનુભવો એ લાઠી તાલુકા ઠાકોર સમાજ ની યુવા ટીમ ની સમાજ ઉત્ત્કર્ષ ની ઉમદા સેવા બદલ સંજય પરમાર અને તેની ટીમ ની સરાહનીય સેવા ને બિરદાવી હતી સમાજ માટે ઉદરતા બદલ દાતા કેળવણી માટે આપેલ સહયોગ ની સુપરે નોંધ લેવા હતી આ તકે અમરેલી જિલ્લા ઠાકોર સેના પ્રમુખ મથુરજી ઠાકોર, દામનગર નગરપાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા અતુલભાઈ દલોલીયા, તાલુકા પંચાયત સદસ્ય લાલજીભાઈ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય બાબુભાઈ ખુમાણ,જયંતીભાઈ વાઘેલા દામનગર શહેર પોલીસ મોટા જીજુડા સરપંચ અને અમરેલી જિલ્લા ઠાકોર સેના ઉપપ્રમુખ પંકજભાઈ ઉનાવા,દામનગર શહેર ભાજપ મહામંત્રી સતીષભાઈ ગોસ્વામી, દામનગર શહેર ભાજપ મહામંત્રી તુષારભાઈ પાઠક,ધારી તાલુકા ઠાકોર સેના પ્રમુખ રમેશભાઈ ભારોલા, બાબરા તાલુકા ઠાકોર સેના પ્રમુખ લાલજીભાઈ મકવાણા, અમરેલી તાલુકા ઠાકોર સેના પ્રમુખ અનીલભાઈ રાધનપરા, વાંકીયા ગામ સરપંચ શ્રી નયનાબેન ભાતેવાડીયા, છભાડીયા ગામ ઠાકોર સમાજ આગેવાન નિતીનભાઈ પુનતીયા, સાવરકુંડલા તાલુકા ઠાકોર સેના ઉપપ્રમુખ કમલેશભાઈ કંબોયા, અવધ ટાઈમ્સ રીપોર્ટસ સંજયભાઈ વાઘેલા અનેક સમાજ આગેવાનો યુવાનો સેના ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ ને સફળ બનાવવા અમરેલી જિલ્લા ઠાકોર સેના ઉપપ્રમુખ સંજય પરમાર લાઠી તાલુકા ઠાકોર સેના પ્રમુખ બળવંત વાઘેલા, તાલુકા ઉપપ્રમુખ ભરતભાઈ મુંજપરા, તાલુકા ઉપપ્રમુખ રાજુભાઈ ગોહિલ, દામનગર શહેર પ્રમુખ ભરતભાઈ રાઠોડ દ્વારા જહેમત ઉઠાવી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.