લોધિકા તાલુકાના ખાંભા જીઆઇડીસી માં ફેક્ટરીના આર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ બનાવવાનું આયોજન - At This Time

લોધિકા તાલુકાના ખાંભા જીઆઇડીસી માં ફેક્ટરીના આર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ બનાવવાનું આયોજન


લોધિકા તાલુકાના ખાંભા જીઆઇડીસી માં ફેક્ટરીના આર્થિક સહયોગથી

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ બનાવવાનું આયોજન

રાજકોટ સૌરાષ્ટ્રમાં સૌથી ઊંચો વિસ્તાર એટલે સરધારી ધાર અને તે પણ પથ્થરાળ વિસ્તાર જે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકા ના ખાંભા વિસ્તારમાં ખૂબ વિશાળ જીઆઇડીસી આવેલી છે તે જીઆઇડીસી ના પ્રમુખ ભરતભાઈ ટીલવા દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન થાય તેના માટે પોતાની ફેક્ટરીમાં બોર બનાવી અને સંપૂર્ણ પાણી રિચાર્જ કરવામાં આવે છે સાથે સાથે અનેક ઉદ્યોગપતિ એક, બે, ત્રણ, ચાર, પાંચ વગેરે સાથે જોડાઈ અને ખૂબ વિશાળ ચેકડેમ બનાવવાનું આયોજન કરેલ છે આ ચેકડેમ બનવાથી એ વિસ્તારમાં ઉપરવાસ વરસાદ પડે પણ જમીન પથરાળ હોવાથી અને ખૂબ જ ઢાળ એટલે કે ઉંધી રકાબી જેવો આકાર હોવાથી પાણી જાજા ભાગનું વહી જતું હોય છે તો દરેક ફેક્ટરીના માલિકો દ્વારા અનેક ડેમો રીપેર, ઉંડા, ઉંચા તેમજ નવા બનાવે તેના માટે એક સુંદર મજાની મિટિંગનું આયોજન થયેલું અને ઉદ્યોગપતિ જોડાઈ અને આ કાર્યને વેગ મળે અને પાણી માટે આત્મનિર્ભર બને તેવા હેતુથી દરેક લોકો ફૂલ નઈ તો ફૂલની પાંખડી દે અને આ કાર્યમાં જોડાય . ચેકડેમ બનવાથી આ વિસ્તારમાં ફેક્ટરી સાથે ખેડૂતોને પણ ખૂબ મોટો ફાયદો થાય તેવું સુંદર આયોજન કરેલ છે તો દરેક જીઆઇડીસી વાળા આ રીતે કાર્ય કરે તો વરસાદી અમૃત સમાન શુદ્ધ પાણી બધાને મળે તેનાથી પ્રકૃતિની રક્ષા થશે તેથી પ્રદૂષણ મુક્ત ઇન્ડસ્ટ્રીઝ બનશે અને સર્વે જીવો ની રક્ષા થશે.સમગ્ર સૌરાષ્ટ્રમાં સંપૂર્ણ લોકભાગીદારીથી પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીનાં તળ ઊંચા લાવવા, માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૨ વર્ષમાં ૨૦૦ થી વધુ ચેકડેમો રીપેરીંગ ઊંચા ઊંડા તેમજ નવા બનાવ્યા છે. અને તેનાથી અસંખ્ય ખેડૂતો , સમગ્ર માનવ જીવન અને પ્રકૃતિનાં કરોડો જીવોને વર્ષો ના વર્ષો સુધી ફાયદો થતો રહે તેના માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવા અને ૧૧,૧૧૧ બોર રીચાર્જ નો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમની અંદર ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, કિશોરભાઈ કાથરોટિયા, ભરતભાઈ ટીલવા, રાજુભાઈ ચીકાણી, શૈલેશભાઈ તંતી, કૌશિકભાઈ, ખુમાનભાઈ, કૌશિકભાઈ, વિનુભાઈ, રાધવજીભાઇ ,નીલેશભાઈ, પીન્ટુભાઈ, માંધાબાપા, ગીરીશભાઈ, મહેશભાઈ, કિશોરભાઈ, રાજુભાઈ, આશિષભાઈ, ચંદ્રેશભાઈ, રામદેવસિહ, તેમજ એસો.ટીમ હાજર રહી હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.