આકરો ઉનાળો 30 દિવસ વહેલા આવ્યો, રસના ચિચોડા શરૂ થયા, ડિમાન્ડ વધતા લીંબુનો કિલોનો ભાવ રૂ.90એ પહોંચ્યો
આ વખતે ફેબ્રુઆરીમાં જ તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું છે. જેને કારણે રસના ચિચોડા અત્યારથી જ શરૂ થઈ ગયા છે. જ્યારે લીંબુ શરબત, ઠંડાપીણા વગેરેમાં આવક વધી છે. જેથી લીંબુના ભાવમાં મોટી ઊથલપાથલ જોવા મળી છે. ફેબ્રુઆરીમાં જ યાર્ડમાં લીંબુના ભાવ રૂ.80થી 90 સુધી વસૂલાઇ રહ્યો છે. જ્યારે છૂટક માર્કેટમાં તેનો ભાવ રૂ.100ને પાર થયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.