માંડાડુંગરમાંથી ફલેવરવાળા દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો - At This Time

માંડાડુંગરમાંથી ફલેવરવાળા દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો


પીસીબીની ટીમે દેશી દારૂના ધંધાર્થીઓ પર દરોડા યથાવત રાખતા માંડાડુંગરમાંથી ફલેવરવાળા દેશી દારૂના જથ્થા સાથે ભુપત કોળી નામના શખ્સને દબોચી રૂા. 24800નો મુદામાલ કબ્જે કર્યો હતોે.
દરોડાની વિગત મુજબ પીસીબી પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સાથેના કોન્સ્ટેબલ વિજયભાઇ કુલદીપસિંહ અને યુવરાજસિંહને મળેલ ચોકકસ બાતમીના આધારે માંડાડુંગરમાં પીડીઆઇ સોસાયટી શેરી નં.1માં આવેલ મકાનમાં દરોડો પાડી ફલેવરવાળા દેશી દારૂ 114 લીટર 22800ના મુદામાલ સાથે ભુપત દાના જાદવ (ઉ.વ.50, રહે. શિવાજીનગર શેરી નં.12, ચુનારાવાડ ચોક)ને દબોચી પાઉચ બનાવવાના પ્લાસ્ટીકના રોલ, સ્વીટ ઓરેન્જ અને વરીયાળી ફલેવર્સની બોટલો મળી રૂા. 24800નો મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે દરોડા દરમિયાન માંડા ડુંગરના માધવ સોસાયટીમાં રહેતો મહેશ કરમશી ડાભી નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image