વિકાસ સપ્તાહ અંતર્ગત રાણપુર તાલુકાના ચારણકી અને તાજપર ગામે શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું
(અજય ચૌહાણ દ્વારા)
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુસાશનને 2 દાયકાથી પણ વધારે સમય પસાર થઈ ચુક્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા તેમના આ સફળ નેતૃત્વની ગાથાને ઉજાગર કરવા તેમજ કોઈ પણ વ્ચક્તિ સેવાઓથી વંચિત ન રહે તે માટે વિકાસ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે બોટાદ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાઓમાં અનેકવિધ કાર્યક્રમો યાજાઈ રહ્યા છે. ત્યારે રાણપુર તાલુકાના ચારણકી અને તાજપર ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત શાળાઓમાં વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિકાસ સપ્તાહને આવરી લેતા વિષયો ઉપર વિદ્યાર્થીઓએ કૃતિ રજૂ કરી હતી. અંતમાં વિકાસ પ્રતિજ્ઞા લઈને શપથ ગ્રહણ કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
